ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત
ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારતના પ્રથમ દિવસે, રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદીએ ઉદ્ઘાટન સત્રની શરૂઆત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, WHO માં સેન્ટર ફોર મેડિસિન બન્યું, જેનું કેન્દ્ર ગુજરાતનાં જામનગરમાં બન્યું.
“ભારતીય વિચાર મંચ” દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ "ઉદીયમાન ભારત (BHARAT Rising)" ના ઉદ્ઘાટન સત્રમાં રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદી, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નિરજા ગુપ્તા સહિત, પ્રજ્ઞા પ્રવાહના કન્વીનર જે. નંદકુમાર ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિચાર મંચ, ત્રણથી વધુ દાયકાથી ગુજરાતમાં વૈચારિક ક્ષેત્રે કાર્યરત છે જે, રાષ્ટ્રીય હિતના વિષય પર સેમિનાર, વાર્તાલાપ અને ચર્ચાઓનું આયોજન કરે છે.
“ભારતીય વિચાર મંચ” દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત (BHARAT Rising) ના પ્રથમ દિવસે, રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદીએ ઉદ્ઘાટન સત્રની શરૂઆત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, WHO માં સેન્ટર ફોર મેડિસિન બન્યું, જેનું કેન્દ્ર ગુજરાતનાં જામનગરમાં બન્યું.
આવનાર સમયમાં ભારત વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિમાં ભારત વિશ્વ ગુરુ બનશે, તે છે રાઈસિંગ ભારત, પુનઃપ્રાપ્ય ઊર્જામાં સૌર ઊર્જાનું કેન્દ્ર ભારતમાં છે, એ છે રાઈસિંગ ભારત, અને સાંસ્કૃતિક મૂલ્યો માટે એટલું જ કહેવું છે કે, સમગ્ર વિશ્વના ઇતિહાસમાં ભાઈ – ભાઈને મારીને ગાદી પર બેઠો છે, દીકરો પોતાના પિતાને મારીને ગાદી પર બેઠો છે, ત્યારે ભગવાન શ્રી રામના જીવન મૂલ્યો દ્વારા સમગ્ર વિશ્વને એક શીખ મળશે. અને અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિર દેશના યુવાનો માટે પથદર્શક બનશે. ભારતની ઇરછા મિલીટરી, આર્થિક, કે પછી ઇન્ટલએકચ્યુલ સુપર પાવર બનવાની નથી પરંતુ, વિશ્વગુરુ બનવાની છે. જાપાન અને સિંગાપુર જેવા દેશો નાણાં અને તકનિકની દ્રષ્ટિએ અગ્રેસર છે પરંતુ, વિશ્વ ગુરુ બનવા માટે મૂલ્યોને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા પડે, જે ભારત કરશે. અને એ પણ ભગવાન શ્રી રામના માધ્યમથી શક્ય બનશે.
કચ્છમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ભચાઉ તાલુકાના લાકડિયા નેશનલ હાઈવે પર નોંધપાત્ર ડ્રગ જપ્ત કર્યું હતું. બાતમી આધારે કાર્યવાહી
બનાસકાંઠાના કાંકરેજમાં બનાસ નદી પાસે આવેલા થાળી જાગીર મઠમાં તાજેતરમાં મહંત જગદીશ પુરીના અવસાન બાદ નવા મહંતની નિમણૂક થતાં વિવાદ વધુ ઘેરાયો છે.
આવકવેરા વિભાગે થોડા સમયના વિરામ બાદ રાધે ગ્રૂપ અને તેના સહયોગીઓને નિશાન બનાવીને સમગ્ર ગુજરાતમાં તેના દરોડા ફરી શરૂ કર્યા છે.