ગીર સોમનાથ પોલીસની સાયબર ક્રાઈમ અંગે નોંધપાત્ર કામગીરી
સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોને છેલ્લા બે વર્ષમાં રૂ.૪૫ લાખથી વધુની રકમ પરત અપાવી. ભોગ બનેલાનો નાણાકિય તણાવ ઘટાડવા એકાઉન્ટ ફ્રિઝ કરવા અંગે પોલિસીમાં નોંધપાત્ર સુધારો.
ગીર સોમનાથ : ૨૧મી સદીમાં ડિજિટલ સંશાધનોનો ઉપયોગ વધવાની સાથે જ હેકિંગ, મહત્વના ડેટાની ચોરી, સેક્સટોર્શન, સાયબર બુલિંગ સહિત નાણાંકિય ફ્રોડ જેવા સાયબર ક્રાઈમ પણ વધ્યા છે. સામાન્ય નાગરિક આ
ફ્રોડના અજગરી ભરડામાં ન ફસાય અને પોતાની મહેનતના નાણાં ન ગુમાવે તે જરૂરી છે.
સાયબર ક્રાઈમ અંગેના ગુનાઓ બાબતે ગીર સોમનાથ પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર કામગીરી
કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે વર્ષ ૨૦૨૩માં સાયબર ક્રાઈમનો ભોગ બનનાર વ્યક્તિઓને રૂ.
૨૫,૬૩,૦૮૭ તેમજ વર્ષ ૨૦૨૪માં રૂ.૨૦,૬૩,૦૮૭ની રકમ મળી છેલ્લા બે વર્ષમાં રૂ.૪૫ લાખથી વધુની રકમ ભોગ
બનેલા લોકોને પરત અપાવી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાએ ડી.વાય.એસ.પી. ઓફિસ, વેરાવળ ખાતે આજે સવારે પ્રેસ
કોન્ફરન્સના માધ્યમથી જિલ્લામાં કરવામાં આવી રહેલી સાયબર ક્રાઈમ, દરિયાકિનારે પકડાયેલા ડ્રગ્સ, સોમનાથ મંદિર ખાતે શ્રાવણ મહિનાને લઈને પોલીસ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા સહિતની બાબતે પત્રકારોને સંબોધન કર્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ સાયબર ક્રાઈમને લીધે લોકોના એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવે છે. તે નીતિમાં પણ
નોંધપાત્ર સુધારો કરીને જેટલા અંશે છેતરપિંડી થઈ હોય તેટલા અંશે જ એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવે છે. જેથી નાણાકિય ફ્રોડનો ભોગ બનેલા લોકોમાં તણાવ ઓછો થાય છે.
તેમણે લોકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, તાજેતરની સાયબર ક્રાઈમની પેટર્ન જોતા લોકોને અઢળક
વળતરની લોભામણી લાલચ આપવામાં આવે છે. જેના આધારે લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવે છે. આપ્રકારની લિંક પર ક્લિક કરવાથી બચવું જોઈએ. આ ઉપરાંત અધિકૃત વેબસાઈટ હોય તો જ તેના પર ક્લિક કરવું જોઈએ.
ઘણાખરા કિસ્સામાં ક્રેડિટ કાર્ડ બ્લોક થવાના અને વીજળી કાપી જવાના, બાળકને કિડનેપ કરવા જેવા ટેલિફોનિક કૉલ અને મેસેજ દ્વારા પણ છેતરપિંડી કરવામાં આવતી હોય છે. જેથી અધિકૃત સંસ્થાઓ જેવી કે બેંક, પોલીસ,
પીજીવીસીએલનો સંપર્ક કરી આ અંગેની ખરાઈ કરીને જ આગળ વધવું જોઈએ.
પોલીસ અધિક્ષકશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગીર સોમનાથ પોલીસ દ્વારા ગ્રામ્ય સ્તર સુધી આ અંગેની જાગૃતતા
કેળવાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે. જેના માટે સાયબર સ્વયંસેવકો અને પોલીસ દ્વારા વિવિધ સેમિનારો દ્વારા આ અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા લોકઅદાલતના માધ્યમથી પરત અપાવવા પાત્ર કુલ ૧૨૩
અરજદારના રૂ.૩૧,૫૧,૩૯૦ રિફંડ માટેની અરજીઓ તૈયાર કરવામાં આવી છે. જેમના નાણાપરતની કાર્યવાહી હાલમાં
ચાલુ છે.
આ અવસરે નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સહિત જિલ્લા પોલીસ તંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને
પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
કલા અને આરાધનાના મહોત્સવ 'સોમનાથ મહોત્સવ'માં જાણીતા ગાયક શ્રી ઓસમાણ મીર તથા શ્રી આમીર મીરે લોકસંગીતની અદભૂત પ્રસ્તુતિ રજૂ કરીને ઉપસ્થિત સર્વેને રસતરબોળ કર્યા હતાં.
કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.