બ્રિટનની રાણી એલિઝાબેથ નું 8 સપ્ટેમ્બર 2022 ના રોજ 96 વર્ષની વયે અવસાન થયું. રાણી એલિઝાબેથ 1952માં સિંહાસન પર આવી અને લગભગ 7 દાયકા સુધી રાજગાદી સંભાળી. રાણી એલિઝાબેથ લંડનના રોયલ પેલેસમાં રહેતી હતી. તેમનો શાહી મહેલ બકિંગહામ પેલેસ તરીકે ઓળખાય છે. રાણી પાસે વિન્ડસર કેસલ, સેન્ડ્રિંગહામ હાઉસ અને બાલમોરલ સહિત અન્ય કેટલાક રહેઠાણોની પણ માલિકી હતી, પરંતુ તે બધામાં સૌથી પ્રખ્યાત બકિંગહામ પેલેસ છે.