મંગળવારે ટોક્યોના હનેદા એરપોર્ટના રનવે પર બે વિમાનો અથડાયા હતા, જેના કારણે જાપાન એરલાઇન્સના પેસેન્જર પ્લેનમાં ભીષણ આગ લાગી હતી. વિમાનમાં 379 મુસાફરો સવાર હતા, જેમણે સળગતા વિમાનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો અને તમામ મુસાફરો સમયસર સુરક્ષિત બહાર આવી ગયા હતા.