શું અત્યારે ગોલ્ડમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે?
2023ના વર્ષમાં અત્યાર સુધીમાં ગોલ્ડની કિંમતમાં આંતરરાષ્ટ્રીય માર્કેટ અને MCXમાં અનુક્રમે 7.5 ટકા અને 8 ટકાનું વળતર પ્રાપ્ત થયું હતું. ગોલ્ડની કિંમતમાં વિવિધ પરિબળોને કારણે ચળકાટ રહ્યો હતો જેમાં રશિયા-યુક્રેન યુદ્ધથી અમેરિકા અને યુરોપિયન માર્કેટના મંદીજનક પ્રવાહો અને સમગ્ર વિશ્વમાં મંદી, વધી રહેલા વ્યાજ દરમાં અસ્થિરતા, અમેરિકામાં નાણાંકીય સ્થિતિ વધુ વણસી હતી તેવા પરિબળ જવાબદાર છે.
શું 2023માં ગોલ્ડ માટે પરિસ્થિતિ?
ફૂગાવાત્મક દબાણો નથવા મટે અમેરિકન ફેડરલએ 2022માં કડકમાં કડક પગલાં લેવામાં આક્રમકતા દર્શાવી હતી અને 2023માં પણ વ્યાજ દર વધારાની સાયકલ સતત રાખી હતી. જોકે ઊંચા સ્તરે ફેડ ક્યાં સુધી વ્યાજ દરો જાળવી રાખશે તે અનિશ્ચિત છે
ત્યારે વૈશ્વિક રોકાણકારોને ખાસ કરીને ગોલ્ડમાં સેફ હેવન તરીકેના રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં અમેરિકામાં બેન્કિંગ કટોકટી (સિલીકોન વેલી બેન્ક, સિગ્નેચર બેન્ક અને ક્રેડિટ સ્યુઇસ બેન્કમાં ભંગાણ)એ રોકાણકારોમાં તાજેતરના વર્ષોમાં
સેફ હેવનમાં રસ પેદા કર્યો છે. ગોલ્ડ એક એવો મિલ્કત વર્ગ છે જેને સેફ હેવન તરીકે જોવામાં આવે છે, જેમાં નાણાંકીય વ્યવસ્થામાં પરિસ્થિતિ થોડી મુશ્કેલ બને ત્યારે નાણાંનો પ્રવાહ વધે છે. વધુમાં મધ્યસ્થ બેન્કએ 2022માં ગોલ્ડની મોટી માત્રા ખરીદવાનુ ચાલુ રાખ્યુ હતુ, જે આ મિલકત વર્ગમાં વૈશ્વિક રોકાણકોરાની રુચિ પણ ધીમે ધીમે વધી રહી છે. 2022નું વર્ષ મધ્યસ્થ બેન્ક માટે ગોલ્ડની ખરીદીની દ્રષ્ટિએ વિક્રમજનક વર્ષ રહ્યુ હતું જેમાં 1136 ટનની ખરીદી કરવામાં આવી હતી.
ડોલર ક્યાં જઇ રહી છે?
ડોલરની ચાલ કોમોડિટીની દિશા નિર્ધારિત કરવામાં નોંધપાત્ર ભાગ ભજવે છે. 28 માર્ચ 2023 સુધીના વર્ષ સુધીમાં ડોલર ઇન્ડેક્સમાં 1.13 ટકાનો ઘટાડો થયો છે જ્યારે ગોલ્ડની કિંમતમાં 8 ટકાનો વધારો થયો છે. તુલના કરતા જણાય છે કે 2022માં
ડોલર ઇન્ડેક્સમા 8 ટકા સુધીનો વધારો થયો હતો અને ગોલ્ડમાં ઓછુ વળતર રહ્યુ હતું. અમેરિકન ફેડરલ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવે છે કે કેમ અને અન્ય આર્થિક ડેટા કે જે ડોલર ઇન્ડેક્સ 2023 ઉપરાંત પણ કેવી રીતે આગળ વધે છે તેમાં
અગત્યનો ભાગ ભજવે છે તેની પર ડોલરની ચાલ નિર્ધારિત થશે.
2023માં ગોલ્ડ ક્યાં જઇ રહ્યુ છે?
અણધારી નાણાંકીય સખ્તાઇએ અમેરિકાના તંદુરસ્ત અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યુ નથી અને માગ અને ફૂગાવાત્મક દબાણોમાં નિયંત્રણને મર્યાદામાં રાખવા માટે વધુ સખ્તાઇ જરૂરી છે. અમેરિકન ડોલરમાં મજબૂતાઇ અને નબળાઇ આગળ વધવા માટે શ્રેષ્ઠ
અગત્યતા ધરાવે છે કેમ કે 2023માં બાકી રહેલા મહિનામાં ગોલ્ડની કિંમત કેવી રીતે આગળ વધશે તે સ્પષ્ટ રીતે નિર્ધારિત કરે છે. સર્વોચ્ચ ભૌગોલિક-રાજકીય જોખમ, વિકસિત બજારોમાં આર્થિક મંદી, ઊંચા વ્યાજ દરો અને અમેરિકન ડોલરમાં સંભવિત નબળાઇ, બેન્ક કટોકટીને કારણે ઇક્વિટી વેલ્યુએશન્સને જોખમ અને છેલ્લે મધ્યસ્થ બેન્ક દ્વારા ગોલ્ડની ખરીદી 2023માં ગોલ્ડ કેવુ પર્ફોમ કરશે તેની ખાતરી કરશે પરંતુ તેના સુધી સિમીત રહેશે નહી.
રોકાણકારો માટેનો સંગ્રહ (એક્યુમ્યુલેશન) ઝોન (ખરીદી કરી શકાય તે મથાળુ) 1800 ડોલર પર છે જેમાં અત્યંત ભરાવો છે અને 2023માં ટાર્ગેટ કિંમત ઔંસદીઠ 2200 ડોલરની છે. બીજી બાજુ ભારતમાં રોકાણકારો માટે એક્યુમ્યુલશન ઝોન દસગ્રામના
55000ની આસપાસનો છે ત્યારે ગોલ્ડ 2023ના અંત સુધીમાં 10 ગ્રામદીઠ રૂ. 62000 સુધી જઇ શકે છે.
શ્રી પ્રથમેશ માલ્યા, એવીપી- રિસર્ચ, નોન- એગ્રી કોમોડિટીઝ એન્ડ કરન્સીઝ, એન્જલ વન લિ.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.