યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજની પાવન સ્મૃતિમાં ‘સમર્પણ દિવસ’ સમાગમનું આયોજન કરાયું
યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજની પાવન સ્મૃતિમાં ‘સમર્પણ દિવસ’ સમાગમનું આયોજન તા.13 મે સોમવારના રોજ સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતાના પાવન સાનિધ્યમાં સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ, સમાલખા (હરયાના) ખાતે આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદ : જયારે આપણે જીવન ની દરેક પળ આ નિરંકાર પ્રભુ પ્રતિ સંપૂર્ણ સમર્પ્રિત ભાવ સાથે પોતાનું જીવન જીવીયે છીએ ત્યારે જ સાચા અર્થમાં માનવતાના કલ્યાણાર્થે આપણું જીવન સમર્પ્રિત થઇ જાય છે. આવુ જ પ્રેમ-ભક્તિથી યુક્ત જીવન બાબા હરદેવ સિંહજીએ પોતે જીવીને દેખાડયું હતું, આ આશિષ વચન સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ દ્વારા સમર્પણ દિવસના પાવન અવસર પર વ્યકત કરવામાં આવ્યા.
યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજની પાવન સ્મૃતિમાં ‘સમર્પણ દિવસ’ સમાગમનું આયોજન તા.13 મે સોમવારના રોજ સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતાના પાવન સાનિધ્યમાં સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ, સમાલખા (હરયાના) ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં દિલ્હી, એન. સી. આર. સહિત પાડોસી રાજ્યથી હજારોની સંખ્યામાં સમીલિત થઇ બાબા હરદેવ સિંહ જી પરોપકારનું સ્મરણ કર્યું તેમજ હૃદયપૂર્વક શ્રદ્ધા સુમન અર્પિત કર્યા.
માનવતાના મસીહા બાબા હરદેવ સિંહજીની શિક્ષાઓનું સ્મરણ કરતા સતગુરુ માતાજીએ ફરમાવ્યું કે બાબાજી સ્વયં પ્રેમની સજીવ મૂર્તિ બનીને નિસ્વાર્થ ભાવથી જીવન જીવવાની કળા શીખવાડી હતી. વધુમાં માતાજીએ કહ્યું કે જયારે પરમાત્મા સાથે સાચ્ચો પ્રેમ થઇ જાય તો માયાવી સંસારની લાભ અને હાની આપણને પ્રભાવિત કરતી નથી કારણકે ઈશ્વર સાથેનો પ્રેમ અને એની પસંદગી આપણા માટે સર્વોપરી થઇ જાય છે. આનાથી વિપરીત જયારે આપણે પોતાને પરમાત્માની સાથે નહિ જોડીને ભૌતિક વસ્તુઓથી જોડાઈ જઈએ છીએ ત્યારે ક્ષણભંગુર સુખ અને સુવિધા તરફ ધ્યાન કેન્દ્રિત થઇ જાય છે. જેના કારણે આપણે મોહમાં ફસાઈ જીવનની વાસ્તવિક આનંદની અનુભૂતિ વંચિત થઇ જયીએ છીએ. વાસ્તવિકતા તો એજ છે કે સાચ્ચો આનંદ ફક્ત આ પ્રભુ પરમાત્મા સાથે જોડાઈને એની નિરંતર સ્તુતિ કરવામાં છે જે સંતોના જીવનથી નિરંતર પ્રેરણા લઇને પ્રાપ્ત કરી શકાય છે. આજ ભગતના જીવન નો મૂળ સાર પણ છે. પરિવાર, સમાજ અને સંસારમાં સ્વયં પ્રેમ રૂપી બની પૂલોનું નિર્માણ કરીયે કારણકે સમર્પણ અને પ્રેમ આ બે અનમોલ શબ્દ જ સંપૂર્ણ પ્રેમાં-ભક્તિ નો આધાર છે જેમાં સર્વેને કલ્યાણની સુંદર ભાવના જોડાયેલ છે.
સમર્પણ દિવસના અવસર પર દિવંગત સંત અવનીતજીની નિઃસ્વાર્થ સેવાનો ઉલેખ કરીને સતગુરુ માતાજીએ કહ્યું કે એમણે હંમેશા સતગુરુના સેવક બની પોતાનું સંબંધ નહિ પણ સાચ્ચી ભક્તિ અને નિષ્ઠા નિભાવી. આ સમાગમમાં મિશનના અનેક વક્તાઓ બાબાજી ના પ્રેમ, કરુણા, દયા અને સમર્પણ જેવા દિવ્ય ગુણોનો પોતાના ભાવ વિચાર, ગીત, ભજન અને કવિતાઓના માધ્યમથી વ્યક્ત કર્યા. નિઃસંદેહ પ્રેમના પુંજ બાબા હરદેવ સિંહજીની કરુણામયી અનુપમ છબી પ્રત્યેક શ્રદ્ધાળુ ભગતના હૃદયમાં ભુસાઈ નહિ એવી પરમેનેંટ છાપના રૂપમાં અંકિત છે અને એમના આ ઉપકારો માટે નિરંકારી જગતના પ્રત્યેક ભગત રૂણી રહેશે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.