આઇ.ટી.એમ.વોકેશનલ યુનિવર્સિટી દ્વારા બ્રહ્માકુમારી અરુણાદીદીને "ડોક્ટરેટ ઇન લીટરેચર" ની પદવી એનાયત
બ્રહ્માકુમારી અરુણાદીદીના સામાજિક પરિવર્તનના પ્રયાસોને ધ્યાને રાખી આઇ.ટી.એમ. વોકેશનલ યુનિવર્સિટી વડોદરાએ તેમને "ડૉક્ટરેટ ઇન લીટરેચર" ની પદવી દ્વારા સન્માનિત કર્યા હતા. આ દીક્ષાંત સમારોહમા ડૉ. કે. સિવન પૂર્વ અધ્યક્ષ, ઈસરો, ડો. પી.વી. રામન પ્રેસિડેન્ટ, ડો. અનિલ બિસેન વાઈસ ચાન્સેલર આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઉપસ્થિતિ માં યોજાયો હતો.
બ્રહ્માકુમારી અરુણાદીદીના સામાજિક પરિવર્તનના પ્રયાસોને ધ્યાને રાખી આઇ.ટી.એમ. વોકેશનલ યુનિવર્સિટી વડોદરાએ તેમને "ડૉક્ટરેટ ઇન લીટરેચર" ની પદવી દ્વારા સન્માનિત કર્યા હતા. આ દીક્ષાંત સમારોહમા ડૉ. કે. સિવન પૂર્વ અધ્યક્ષ, ઈસરો, ડો. પી.વી. રામન પ્રેસિડેન્ટ, ડો. અનિલ બિસેન વાઈસ ચાન્સેલર આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઉપસ્થિતિ માં યોજાયો હતો.
બ્રહ્માકુમારી અરુણાદીદી વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા અને ધ્યાન પ્રશિક્ષિકા છે. અટલાદરા-વડોદરા તથા તેની આજુબાજુના ગામડાઓમાં છેલ્લા ૩૦ વર્ષથી વ્યક્તિત્વ વિકાસ, અને કાઉન્સેલિંગ પૂરું પાડે છે. તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ અટલાદરા બ્રહ્માકુમારી સેવાકેન્દ્ર અને ઉપસેવાકેન્દ્રો - બિલ, ચાપડ, કલાલી અને ચાણસદ તથા ૨૦ થી વધુ બ્રહ્માકુમારી પાઠશાળાઓ ગ્રામ્ય વિસ્તાર તથા અટલાદરા વિસ્તારમાં સુચારુ રૂપથી ચાલી રહી છે.
બ્રહ્માકુમારી અરુણાદીદીએ જણાવ્યુ કે, અમો એ વ્યસનમુક્તિના કાર્યક્રમો દ્વારા હજારો લોકોને વ્યસનથી મુક્ત થવા માટે પ્રેરણા આપી છે. તેઓ વડોદરાના ૫૦ પોલીસ બેંચ બનાવીને 3000 જેટલા પોલીસ કર્મચારીઓ, અને ૮00 જેટલી આંગણવાડીની બહેનોને તાલીમ આપી રહ્યા છે. પોલીસ કર્મચારીઓ પરિવારમાં તનાવ મુક્ત વર્તન કરી રહ્યા છે. પોલીસ કર્મચારીઓને યોગા અને મેડીટેશનની પણ તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમના પરિવાર સાથે સ્નેહમિલન રાખતા તેઓના પરિવારજનોએ જણાવ્યુ કે પહેલા કરતા હવે તેમના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન, ખાસ કરીને ક્રોધ નિયંત્રણ, તથા વાણીમાં અપશબ્દો અને અપમાનજનક શબ્દો ને બદલે મધુર શબ્દો નો ઉપયોગ કરવા તેઓએ વિચારસરણી પરિવર્તન દ્વારા સકારાત્મક જીવનશૈલીને તેઓ પ્રેરિત કરે છે.
આ ઉપરાંત ઉદ્યોગકર્મીઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટેના રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરના સેમિનારમાં અને પ્રશિક્ષણ કાર્યક્રમ કરી તેઓએ લોકોને સકારાત્મક વિચારવા માટે પ્રેરિત કરીને, સ્વ-વ્યવસ્થાપનની તાલીમ આપીને અને રાજયોગ ધ્યાન દ્વારા સશક્તિકરણ કરીને લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે.
આ દીક્ષાંત સમારોહમા ખાસ રાજયોગીની બ્રહ્માકુમારી રાજદીદી - સંચાલિકા મંગલવાડી સબ ઝોન ઇન્ચાર્જ, ડૉ. કે. સિવન પૂર્વ અધ્યક્ષ, ઈસરો, ડો. પી.વી. રામન પ્રેસિડેન્ટ,આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી અને ડો. અનિલ બિસેન વાઈસ ચાન્સેલર,આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી તથા બ્રહ્માકુમારી અટલાદરાના ભાઇઓ અને બહેનો, વિશાળ સંખ્યામા વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ માં યોજાયો હતો.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.