'બ્રેન્ડન મેક્કુલમ પહેલા ઈંગ્લેન્ડે મને કોચ પદની ઓફર કરી હતી', રિકી પોન્ટિંગે કર્યો મોટો ખુલાસો
ECB : ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી એશિઝ 2023 દરમિયાન રિકી પોન્ટિંગે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે મેક્કુલમ પહેલા તેને મુખ્ય કોચ પદની ઓફર કરવામાં આવી હતી.
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી એશિઝ 2023ની વચ્ચે ઓસ્ટ્રેલિયાના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓના સતત નિવેદનો સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ 2 વિકેટે જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે એક મોટો ખુલાસો કર્યો છે. પોન્ટિંગે કહ્યું કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)એ તેમને બ્રેન્ડન મેક્કુલમ પહેલા મુખ્ય કોચ પદની ઓફર કરી હતી.
ગેરિલા ક્રિકેટ સાથે વાત કરતા રિકી પોન્ટિંગે કહ્યું કે બ્રેન્ડન મેક્કુલમ મુખ્ય કોચ બનતા પહેલા મને આ પદ માટે ઓફર મળી હતી. રોબર્ટે મારી સાથે ફોન પર ઘણી વખત આ વિશે વાત કરી હતી, પરંતુ તે સમયે હું આંતરરાષ્ટ્રીય ટીમ સાથે પૂર્ણ-સમયના મુખ્ય કોચનું પદ સંભાળવા માટે સંપૂર્ણપણે તૈયાર નહોતો.
પોન્ટિંગે વધુમાં કહ્યું કે જો મેં આ જવાબદારી માટે હા કહી હોત તો મારે ઘણી મુસાફરી કરવી પડી હોત. હવે મારા બાળકો પણ નાના છે. આ કારણોસર, હું લાંબા સમય સુધી તેનાથી દૂર રહેવા માંગતો નથી. જ્યારે તમારા બાળકો શાળાએ જાય છે, ત્યારે તેમને વારંવાર અહીંથી ત્યાં ન લઈ જવા જોઈએ. આ યોગ્ય નથી.
રિકી પોન્ટિંગે નોકરીનો ઇનકાર કર્યા બાદ ઈંગ્લેન્ડે બ્રેન્ડન મેક્કુલમની તેમની ટેસ્ટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિમણૂક કરી હતી. ત્યાર બાદ મેદાન પર ઈંગ્લિશ ટીમની અલગ જ રમત જોવા મળી હતી. જો રૂટની કપ્તાનીમાં અત્યંત ખરાબ પ્રદર્શન કરનાર ઈંગ્લેન્ડની ટીમે બેન સ્ટોક્સની કેપ્ટનશીપમાં અલગ વ્યૂહરચના સાથે મેદાન પર રમવાનું શરૂ કર્યું.
અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અરુણાચલ પ્રદેશ સામે 5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. અર્જુને આ કામ પહેલીવાર કર્યું છે.
IPL 2025 મેગા ઓક્શન પહેલા, ગુજરાત ટાઇટન્સે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેનને બેવડી ભૂમિકા સોંપી છે. આ ખેલાડીએ IPLમાં 2800થી વધુ રન બનાવ્યા છે.
બુધવારથી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝ શરૂ થવાની છે. આ પહેલા શ્રીલંકાના સ્ટાર ખેલાડી વાનિન્દુ હસરાંગા ઈજાગ્રસ્ત થઈને શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.