અમદાવાદ રેલવે મંડળ ખાતે ઉજવાયો 'સદ્દભાવના દિવસ'
સદભાવના દિવસ નિમિત્તે સવારે 11.00 કલાકે એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર દયાનંદ સાહુ દ્વારા મંડળ રેલવે મેનેજર કાર્યાલયમાં આયોજીત કાર્યક્રમમાં તમામ રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓને જાતિ, સમુદાય, પ્રદેશ, ધર્મ અને ભાષાથી ઉપર ઉઠીને રાષ્ટ્ર માટે કામ કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં 'સદભાવના દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. સદભાવના દિવસ નિમિત્તે સવારે 11.00 કલાકે એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દયાનંદ સાહુ દ્વારા મંડળ રેલવે મેનેજર કાર્યાલયમાં આયોજીત કાર્યક્રમમાં તમામ રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓને જાતિ, સમુદાય, પ્રદેશ, ધર્મ અને ભાષાથી ઉપર ઉઠીને રાષ્ટ્ર માટે કામ કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આપણા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની સ્મૃતિમાં તેમનો જન્મદિવસ 20 ઓગસ્ટ ના રોજ " સદ્દભાવના દિવસ" તરીકે દર વર્ષે ઉજવીએ છીએ. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય તમામ ભાષાકીય અને વિવિધ ધર્મોમાં વિશ્વાસ ધરાવતા લોકો માં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવનાને મજબૂત કરીને ભાઈચારાની ભાવના નો વિકાસ કરવાનો છે. અમદાવાદ મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આશયની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ વર્ષે 19 અને 20 ઓગસ્ટ, 2023 ના રોજ મંડળ કાર્યાલયમાં રજા હોવાના કારણે 18 ઓગસ્ટ, 2022 (શુક્રવાર) ના રોજ “સદભાવના દિવસ” મનાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અપર મંડળ રેલવે મેનેજર શ્રી દયાનંદ સાહુએ ભારતીય રેલવે ની પ્રગતિ માટે એક સમાન ધ્યેય સાથે એક ટીમ તરીકે કામ કરવું અને સામાજિક સંવાદિતા અને બધા ધર્મોનાં સન્માન માટે આદર સુનિશ્ચિત કરવા માટે આવશ્યકતા પર ભાર મૂક્યો. સદ્દભાવના દિવસ શપથવિધિ સમારોહ માં અપર મંડળ રેલવે મેનેજર સિવાય વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હર્ષદ વાણિયા અને અન્ય તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.