આણંદ ખાતે “ભારત ટુ અમેરીકા એક્સપોર્ટ” કાર્યક્રમ યોજાયો
આણંદના બોરીઆવી સ્થિત વૃન્દાવન કોલ્ડ સ્ટોરેજ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરીના સંકલનમાં વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર્સ કોપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયાના અધ્યક્ષસ્થાને “ભારત ટુ અમેરીકા એક્સપોર્ટ” અને પ્રાકૃતિક ખેતી તાલિમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આણંદ : આણંદના બોરીઆવી સ્થિત વૃન્દાવન કોલ્ડ સ્ટોરેજ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરીના સંકલનમાં વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર્સ કોપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયાના અધ્યક્ષસ્થાને “ભારત ટુ અમેરીકા એક્સપોર્ટ” અને પ્રાકૃતિક ખેતી તાલિમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ ખેડૂતો દ્વારા ઉત્પાદિત કૃષિ-પેદાશોની અમેરીકામાં નિકાસ કરવા માંગતા ખેડુતોને માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવાનો હતો.
આ પ્રસંગે બાગાયત નિયામકશ્રી, ગાંધીનગર ડૉ. પી.એમ.વઘાસીયા દ્વારા પ્રાસંગિક ઉદ્દ્બોધનમાં ખેડૂતોને એફ.પી.ઓ.ના મહત્વ તથા નિકાસની તકો વિષયે માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડૉ.એમ.કે.ઝાલાએ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત નિકાસલક્ષી જાતો વિશે જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ઉપસ્થિત ખેડુતોને એક્સપોર્ટ (નિકાસ) અંગેના ક્રાઈટેરીયા તેમજ તે માટે મેળવવાના થતાં જરૂરી સર્ટીફિકેશનની પ્રક્રિયા અંગે વિગતવાર સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેત-પેદાશોના એક્સપોર્ટ સાથે પહેલાંથી જોડાયેલાં ખેડૂતોએ કાર્યક્રમમાં હાજર સૌને પોતાના અનુભવો જણાવ્યાં હતા. આ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આવેલ પ્લાન્ટ ટીસ્યૂકલ્ચર લેબ દ્વારા સંશોધીત ભીંડાની જાતોનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને ખેત-પેદાશોથી ભરેલા કન્ટેનરને નિકાસ માટે મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકશ્રી,આણંદ ડૉ. સ્મિતાબેન પિલ્લાઇ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. કાર્યક્રમને અંતે વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર્સ કો. સો. લિ. ના પ્રમુખશ્રી દેવેશ પટેલે આભારવીધી કરી હતી. આ કાર્યક્રમમાં વડોદરા ઝોનના સંયુક્ત બાગાયત નિયામકશ્રી જે.એમ.તુવાર, કૃષિ વૈજ્ઞાનિકો, ગોપકાના અધિકારીશ્રી સહિત બાગાયત વિભાગના અધિકારી-કર્મચારીગણ તથા મોટી સંખ્યામાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.