આઈ.ટી.આઈ દશરથમાં “કૌશલ્ય દીક્ષાંત સમારોહ” યોજાયો
૫૧૮ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ૧૧ ટ્રેડના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા કુલ ૩૪ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચંદ્રક તથા નેશનલ ટ્રેડ સર્ટીફીકેટ અર્પણ કરાયા.
વડોદરા : આઈ.ટી.આઈ દશરથ ખાતે એમ.એસ.ડી.ઇ. દિલ્હીની માર્ગદર્શિકા મુજબ વિવિધ ટ્રેડમાં વર્ષ ૨૦૨૩ માં ઉતીર્ણ થયેલ તાલીમાર્થીઓનો “કૌશલ્ય દીક્ષાંત સમારોહ” યોજાયો હતો. આ સમારોહમાં ૫૧૮ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ૧૧ ટ્રેડનાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ કુલ ૩૪ ઉત્તીર્ણ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચંદ્રક તથા નેશનલ ટ્રેડ સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યા હતા.
જીએસએફસી લીમીટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો લીમીટેડનાં એપ્રેન્ટિસશીપ ઉત્તીર્ણ તાલીમાર્થીઓને એકમનાં અધિકારીઓ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન તાલીમાર્થીઓ તથા સ્ટાફ દ્વારા દિલ્લી ખાતે યોજાયેલ “કૌશલ્ય દીક્ષાંત સમારોહ”નું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ દીક્ષાંત સમારોહમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર તાલીમાર્થીઓને મેગાટ્રેન્ડ ફેબ્કોન કંપનીના સૌજન્યથી શીલ્ડ તથા પીડીલાઈટ દ્વારા પ્લમ્બર ટ્રેડનાં તાલીમાર્થીઓ માટે ટ્રેની કીટ આપવામાં આવી હતી.
આ સમારોહ મેગાટ્રેન્ડ ફેબ્કોન કંપનીના ડાયરેક્ટ શ્રી સત્યકામ દેસાઈ, આઈ.એમ.સી.ચેરમેન શ્રી પીયુલ શાહ, જી.એસ.એફ.સી.ના સીનીયર મેનેજરશ્રી સુધીરભાઈ જોષી અને પીડીલાઈટના જિલ્લા સુપરવાઈઝર શ્રી યશપાલ પુવાર, રોજગાર અધિકારી શ્રી એ. એલ.ચૌહાણ, આચાર્ય શ્રીમતી એન.સી.ગોહિલ, આઇ.એમ.સી. મેમ્બર્સ,તાલીમાર્થીઓ ઉપસ્થિતિમાં રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.