મહારાષ્ટ્રમાં બકરી ઈદ પર 'લવ પાકિસ્તાન'ના ફુગ્ગા ઉડ્યા, વેચનારને લોકઅપમાં મોકલાયો
મહારાષ્ટ્રના સોલાપુરમાં શાહી આલમગીર ઈદગાહ ખાતે આજે બકરી ઈદના અવસર પર 'લવ પાકિસ્તાન' નામના ફુગ્ગા જોવા મળ્યા હતા. આ મામલો સામે આવતાં જ વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસે બલૂન વેચનારને કસ્ટડીમાં લીધો હતો.
મહારાષ્ટ્રમાં એક તરફ પંઢરપુરની આષાઢી એકાદશી અને બીજી તરફ બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી હતી, પરંતુ આ દરમિયાન સોલાપુરની શાહી આલમગીર ઈદગાહ પર 'લવ પાકિસ્તાન' નામના ફુગ્ગા જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં આવા અનેક ફુગ્ગાઓ વેચાયા બાદ આ વાત સામે આવી છે. આ ફુગ્ગાઓ દેખાતા જ કેટલાક યુવકોએ બલૂન વેચનારને અટકાવ્યો અને તેને પોલીસને હવાલે કર્યો.
જ્યારે પોલીસને આ વિશે જાણ થઈ, ત્યારે સોલાપુર સિટી પોલીસના બીજાપુર નાકા પોલીસ સ્ટેશનમાં બલૂન વેચનાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. હવે પોલીસે ફુગ્ગા વેચનારની ધરપકડ કરી છે. પાકિસ્તાન નામના ફુગ્ગા ક્યાંથી આવ્યા તેની પોલીસ તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે આ ઘટના પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે 'આષાઢી એકાદશી'ના અવસર પર સોલાપુર જિલ્લાના પંઢરપુર શહેરમાં સ્થિત મંદિરમાં ભગવાન વિઠ્ઠલ અને દેવી રુક્મિણીની 'મહાપૂજા' કરી હતી. તેમની પત્ની લતા શિંદે, સંસદ સભ્ય અને પુત્ર શ્રીકાંત શિંદે અને અન્ય પરિવારના સભ્યો સાથે, મુખ્યમંત્રીએ દેવતાની પૂજા કરી અને સારા ચોમાસા અને ખેડૂતોની સમૃદ્ધિ અને સુખ માટે પ્રાર્થના કરી હતી.
"જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ભારે વિનાશ થયો છે. રામબન જિલ્લામાં ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે 8 લોકોના મોત થયા, જ્યારે 100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થવાને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો. રાહત કામગીરી અંગે નવીનતમ અપડેટ્સ અને માહિતી અહીં વાંચો."
"ભારતીય સેનાના હેલિકોપ્ટર સંકટની વિગતો જાણો! ચેતક, ચિત્તા અને ધ્રુવ (ALH) હેલિકોપ્ટરો ગ્રાઉન્ડેડ, સ્વેશપ્લેટ ફ્રેક્ચરની સમસ્યા અને સરહદી સુરક્ષા પર અસર. HAL અને IIScની તપાસ, વૈકલ્પિક વ્યવસ્થા અને ભવિષ્યના ઉપાયો વિશે વાંચો આ એક્સક્લુઝિવ રિપોર્ટમાં."
"મુંબઈમાં ૯૦ વર્ષ જૂના જૈન મંદિરના ધ્વંસથી જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. BMC ની કાર્યવાહી અને ધાર્મિક સંવેદનશીલતાનો મુદ્દો જાણો."