સંત નિરંકારી મિશનનું “વનનેસ વન” પરિયોજનામાં વધારો તેમજ નિરીક્ષણ
નિરંકારી બાબા હરદેવસિંહ જી દ્વારા ઉચારેલ સ્વર્ણિમ શબ્દ ‘પ્રદુષણ અંદર હોય કે બહાર બંને જ હાનીકારક છે’- આ અનમોલ વાક્યને નિરંકારી મિશન કેટલાય વર્ષોથી વિભિન્ન સામાજિક ધર્માર્થ ગતિવિધિઓ માં ભાગીદારી લેવાના હેતુ એક પ્રેરક શક્તિના રૂપમાં ઉપયોગ કરી રહ્યા છે.
નિરંકારી બાબા હરદેવસિંહ જી દ્વારા ઉચારેલ સ્વર્ણિમ શબ્દ ‘પ્રદુષણ અંદર હોય કે બહાર બંને જ હાનીકારક છે’- આ અનમોલ વાક્યને નિરંકારી મિશન કેટલાય વર્ષોથી વિભિન્ન સામાજિક ધર્માર્થ ગતિવિધિઓ માં ભાગીદારી લેવાના હેતુ એક પ્રેરક શક્તિના રૂપમાં ઉપયોગ કરી રહ્યા છે. આ કલ્યાણકારી ગતિવિધિઓમાં પ્રાયઃ મેગા વૃક્ષારોપણ અભિયાન, રક્તદાન શિબિર, સ્વચ્છતા
અભિયાન, જળ સંરક્ષણ પરિયોજનાઓ, પર્યાવરણીય વિષયપર જાગૃત્તતાઅભિયાન વગેરે સામેલ છે. માનવતાને સમર્પિત નિરંકારી મિશન ની આ દરેક સેવાઓ સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના નિર્દેશ હેઠળ નિરંતર ક્રમવાર રૂપમાં ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા ચાલુ છે.
સંત નિરંકારી મંડળના સચિવ પરમ આદરણીય જોગીન્દર સુખીજા જી એ જાણકારી આપતા જણાવ્યું કે ‘વનનેસ વન’ પરિયોજનાના બીજા ચરણમાં સન્ ૨૦૨૨ માં પણ કાર્યરત છે જેના અંતર્ગત સ્થળોની સંખ્યા ૩૧૭ થી વધીને ૪૦૩ થઇ અને વૃક્ષોની સંખ્યા વધીને ૧.૬૫ લાખ પહોંચી છે. પર્યાવરણ સંરક્ષણના હેતુ માટે ચાલુ આ શૃંખલાની અંતર્ગત સંત નિરંકારી મિશન, સદ્દગુરુ માતા જી તેમજ નિરંકારી રાજપિતા જી ના પાવન આશીર્વાદથી ‘વનનેસ વન’ પરિયોજનાના ત્રીજા ચરણમાં સેવાઓ આરંભ કરવા જઈ રહ્યા છીએ જેના અંતર્ગત સંપૂર્ણ ભારતવર્ષમાં લગભગ ૫૦૦ થી પણ વધારે સ્થળો પર તારીખ ૧૩ઓગસ્ટ, ૨૦૨૩, રવિવાર ના દિવસે સવારે ૮.૦૦ વાગ્યાથી ‘મેગા વૃક્ષારોપણ અભિયાન’ નું આયોજન કરવામાં આવશે.
‘વનનેસ વન’ પરિયોજના ના અનુસંધાનમાં ૧૩.૦૮.૨૦૨૩ રવિવાર ના રોજ અમદાવાદ ખાતે નીચે લખેલ સ્થળ પર કાર્યકર્મનું આયોજન કરવામાં આવેલ છે જેની નોંધ લેવી:
AMC ગ્રાઉન્ડ, અંકુર ચાર રસ્તા;
દેવનંદન પાર્ક ની બાજુમાં,
D’ mart ની પાછળ;
નવા નરોડા, અમદાવાદ
સમય: સવાર ના 06.00 થી 08.30 સુધી
જામ ખંભાળીયામાં નકલી CID અધિકારી ઝડપાયો! નકલી આઈકાર્ડ અને લાલ લાઈટ-સાઈરન સાથે રોફ જમાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી. દેવભૂમિ દ્વારકાની આ ચોંકાવનારી ઘટનાની તમામ વિગતો અને તાજા અપડેટ્સ જાણો.
અમદાવાદ પોલીસે શિલ્પા દવે નામની મહિલાને ગિરફ્તાર કર્યા, જેણે આરોગ્ય ખાતામાં નોકરીના ઝાંસે 16 લોકોના 43.5 લાખ રૂપિયા લૂંટ્યા. જાણો સંપૂર્ણ કેસ અને પોલીસની કાર્યવાહી.
"ઉનાળાની ત્રાહિમામ ગરમીએ ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઇડ જેવા ચેપી રોગોને વધાર્યો છે. આર્ટિકલમાં સુરક્ષા અને બચાવની રીતો પર ચર્ચા કરવામાં આવી છે."