વડોદરા ડિવિઝનના ડભોઇ અને પ્રતાપનગર રેલવે સ્ટેશન પર "સ્ટેશન મહોત્સવ"નું આયોજન
ભારતીય રેલવે દ્વારા રેલવે સ્ટેશનોના ઇતિહાસની ઝલક આપવા અને સ્થાનિક લોક સંસ્કૃતિ, સ્વચ્છતા ,જનજાગૃતિ અને તેમની ભાગીદારી દર્શાવવા માટે "સ્ટેશન મહોત્સવ" યોજના શરૂ કરવામાં આવી છે.
ભારતીય રેલવે દ્વારા રેલવે સ્ટેશનોના ઇતિહાસની ઝલક આપવા અને સ્થાનિક લોક સંસ્કૃતિ, સ્વચ્છતા ,જનજાગૃતિ અને તેમની ભાગીદારી દર્શાવવા માટે "સ્ટેશન મહોત્સવ" યોજના શરૂ કરવામાં આવી છે. આ શ્રેણીમાં પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ડભોઈ અને પ્રતાપનગર સ્ટેશનો પર 18 અને 19 ઓક્ટોબર 2023ના રોજ “સ્ટેશન મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર ડિવિઝનના ડભોઇ અને પ્રતાપનગર સ્ટેશનનો પોતાનો ભવ્ય ભૂતકાળ છે. આ ભૂતકાળના ગૌરવને દર્શાવવા માટે આ સ્ટેશનો પર "સ્ટેશન મહોત્સવ" નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન, આ સ્ટેશનો પર ગૌરવપૂર્ણ ઈતિહાસ દર્શાવતા પ્રદર્શનોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પોસ્ટરો, વોલ પેનલ્સ, હેરિટેજ કલાકૃતિઓ અને ડિજિટલ સ્ક્રીન દ્વારા સામાન્ય દર્શકો સાથે રસપ્રદ માહિતી શેર કરવામાં આવશે. આ પ્રદર્શન ઉક્ત તારીખે સવારે 09.00 થી રાતના 21.00 વાગ્યા સુધી તમામ મુલાકાતીઓને નિહાળવા માટે નિ:શુલ્ક ખુલ્લું રહેશે. આ સમયગાળા દરમિયાન પર્યાવરણને વધુ બહેતર બનાવવા માટે એનજીઓના સહયોગથી વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત, સ્થાનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેમ કે સ્થાનિક નૃત્યો અને શેરી નાટકોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.શાળાના બાળકો પણ પેન્ટીંગ /ડ્રોઈંગ સ્પર્ધા દ્વારા તેમાં ભાગ લેશે. આ સમય દરમિયાન, સ્ટેશનની ઇમારતો અને હેરિટેજ રેલ એન્જિનો પર આકર્ષક લાઇટિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ રેલવે પ્રશાસન દ્વારા સૌને આ મહોત્સવની મુલાકાત લઈ તેનો લાભ લેવાની વિનંતી કરવામાં આવે છે
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી