નર્મદા જિલ્લામાં જનભાગીદારી દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરાયુ
ગરુડેશ્વર તાલુકાના લોકો જાગૃત અને જવાબદાર નાગરિક બની નઘાતપોર ગ્રામ પંચાયત સહિત ધાર્મિક સ્થળોએ સફાઇ કરી સેવામા સહભાગી બન્યા.
રાજપીપલા : પૂજ્ય ગાંધીજીના 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' ના મંત્રને ચરિતાર્થ કરી, સ્વચ્છતા હી સેવા-૨૦૨૩' ઝુંબેશમાં સક્રિય સહયોગ આપવાની સાથે સ્વચ્છ-સ્વસ્થ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાતના સ્વચ્છતાગ્રહી લોકોના પ્રયાસો થકી સ્વચ્છતા અભિયાન જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અને લોકો તેને રોજીંદા રૂટિનમાં વણી લઇને કામ કરી રહ્યા છે.
આ અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના લોકો જાગૃત અને જવાબદાર નાગરિકની તેમની ફરજ અદા કરી નઘાતપોર ગ્રામ પંચાયત, આસપાસનો વિસ્તારના ગામોમાં, ધાર્મિક-જાહેર સ્થળોએ સફાઇ અભિયાન હાથ ધરી સ્વચ્છતાની ચેતના જગાવી છે તેમજ સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાતના મંત્ર સાથે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત"ના નિર્માણમા સહભાગી બની કદમ સે કદમ મિલાવી કામ કરી રહ્યા છે.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,