મહાત્મા ગાંધી જયંતી ઉપર અમદાવાદ મંડળ ઉપર ચલાવવામાં આવ્યું “સ્વચ્છતા અભિયાન”
02 ઓક્ટોબર 2023 ના રોજ આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતીના અવસરે અમદાવાદ મંડળ ઉપર શ્રમદાનનું વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ઉપર 16 સપ્ટેમ્બરથી ઉજવવામાં આવી રહેલા સ્વછતા હી સેવા “સ્વચ્છતા પખવાડિયા”નું સમાપન શ્રમદાનની સાથે થયું છે. આ દરમિયાન રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો તથા વિવિધ સામાજિક સેવા સંસ્થાઓ, ટ્રેડ યુનિયનો અને એસોસિએશન સક્રિય ભાગીદારી રહી.
મંડળ રેલવે પ્રવક્તા અમદાવાદ એ આ માહિતી આપતાં જણાવ્યું કે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ઉપર સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત 15 સપ્ટેમ્બર 2023 ના રોજ મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માએ રેલવે કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છતા શપથ લેવડાવીને કરાવી. આ દરમિયાન સૌએ પ્રત્યેક વર્ષે 100 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાના સંકલ્પને યથાર્થ કરવાની શપથ લીધી. આની સાથે મંડળ ઉપર સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે. જે 02 ઓક્ટોબર, 2023 સુધી પ્રત્યેક દિવસે અલગ-અલગ પ્રવૃત્તિઓ દ્વારા ઉજવવામાં આવ્યું.
આ ગાળા દરમિયાન અમદાવાદ મંડળના તમામ રેલવે સ્ટેશનો, ટ્રેનો, કચેરીઓ, કોલોનીઓ તથા હોસ્પિટલો વગેરેમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. આના સિવાય વોટર બૂથ તથા પીવાના પાણીની ગુણવત્તા, નાળાઓની સફાઈ, કચરાપેટીની પર્યાપ્ત વ્યવસ્થા, કચરાનો નિકાલ, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને પ્રોત્સાહન ન આપવું વગેરે સુનિશ્ચિત કરવા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.
આ અભિયાન દરમિયાન રેલવે સ્ટેશનો સુધી પહોંચનારા ટ્રેકની સફાઈનું અભિયાન પણ ચલાવવામાં આવ્યું. આ સ્વચ્છતા પખવાડિયાના દરેક દિવસ માટે એક વિશેષ પરિકલ્પના નિશ્ચિત કરવામાં આવી. આ “સ્વચ્છતા પખવાડિયા” હેઠળ 16 સપ્ટેમ્બરને “સ્વચ્છ જાગૃતિ”, 17 સપ્ટેમ્બરને “સ્વચ્છ સંવાદ”, 18 અને 19 સપ્ટેમ્બરને “સ્વચ્છ સ્ટેશન”, 20 અને 21 સપ્ટેમ્બરને “સ્વચ્છ રેલગાડી દિવસ”, 22 સપ્ટેમ્બરને “સ્વચ્છ ટ્રેક”, 23 સપ્ટેમ્બરને “સ્વચ્છ કચેરી, સ્વચ્છ કોલોની અને સ્વચ્છ સંકુલ”, 24 અને 25 સપ્ટેમ્બરને “સ્વચ્છ આહાર”, 26 સપ્ટેમ્બરને “સ્વચ્છ જળ”, 27 સપ્ટેમ્બરને “સ્વચ્છ જળાશય અને પાર્ક”, 28 સપ્ટેમ્બરને “સ્વચ્છ પ્રસાધન અને પર્યાવરણ”, 29 સપ્ટેમ્બરને “સ્વચ્છ પ્રતિયોગિતા”, 30 સપ્ટેમ્બરને “નો સિંગલ યુઝ પ્લાસ્ટિક”, 01 ઓક્ટોબરને “સ્વચ્છતા પખવાડિયા દરમિયાન કરવામાં આવેલી તમામ પ્રવૃત્તિઓની સમીક્ષા” તથા 02 ઓક્ટોબર ના રોજ ગાંધી જયંતીના અવસરે “વિશેષ સ્વચ્છતા અભિયાન હેઠળ સેવા દિવસ”ના રૂપે ઉજવવમાં આવ્યા. આ દરમિયાન સ્ટેશનો પ્લેટફોર્મ અને આસપાસના વિસ્તારમાં પોસ્ટરો અને બેનરો તથા શેરી નાટકના માધ્યમથી જાગૃતિ અભિયાન આયોજિત કરવામાં આવ્યા.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.