સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે “સ્વરક્ષણ કરાટે” તાલીમનું ઉદ્ઘાટન કરાયું
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે ડો.અનિલાબેન કે.પટેલની અધ્યક્ષતામાં રુસા ૧.૦ રૂસા કમ્પોનન્ટ-૯ અંતર્ગત તા. ૧૭ મી એ મહિલા સશક્તિકરણ જાગૃતિ માટે સ્વરક્ષા કરાટેની તાલીમનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
રાજપીપલા : સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે ડો.અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં રુસા ૧.૦ રૂસા કમ્પોનન્ટ-૯ અંતર્ગત તા. ૧૭ મી એ મહિલા સશક્તિકરણ જાગૃતિ માટે સ્વરક્ષા કરાટેની તાલીમનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જ્યાં મહિલાઓ પોતે તો પોતાની સુરક્ષા કરે તથા તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન થાય તેવા આશય સાથે આ શિબિરમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન કે. પટેલ કાર્યક્રમ અનુરૂપ ઉદબોધન કરીને વિદ્યાર્થીનીઓને આત્મરક્ષા અને આત્મવિશ્વાસ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
મહિલાઓના સર્વાંગી વિકાસ અને સ્કીલ ડેવલપમેન્ટને કેન્દ્રએ રાખીને માસ્ટર ટ્રેનર શ્રી ભીમસીગભાઇ વસાવા દ્વારા કરાટે કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૯૨ વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. આ તાલીમ ૧૦ દિવસ સુધી આપવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન ડો.રમેશભાઇ કે. વસાવા અને શ્રી સંજયકુમાર એસ. પરમારે કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન CWDC સેલના કૉર્ડિનેટર પ્રા.જયશ્રીબેન વસાવા સમિતિના સભ્ય પ્રા.યોગેશ્વરીબેન અને પ્રા. ગામિત કિંજલબેને કર્યુ હતુ.
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મહેશભાઈ પાંડે દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા જિલ્લાના ૨૦૦ શિક્ષકો અને સીઆરસી કોઓર્ડીનેટરની આરોગ્ય ચકાસણીનું સુમનદીપ વિદ્યાપીઠ અને ધીરજ હોસ્પિટલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.
સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા દ્વારા ધોરણ ૧-૨ ની શિક્ષક તાલીમ માટેના માસ્ટર ટ્રેનર્સ તાલીમ યોજાઈ હતી.
શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ગંગાસ્વરૂપા ગીતાબેન હાંડે આર્થિક રીતે પગભર બનતા માન્યો સરકારનો આભાર.