“વિશ્વ પર્યાવરણ દિવસ”ની પ્રાકૃતિક સૌંદર્ય અને હરિયાળી વચ્ચે વૃક્ષારોપણ કરી જિલ્લાકક્ષાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
પર્યાવરણના રક્ષણ માટેની સૌએ પ્રતિજ્ઞા લિધી : વડીયા પેલેસ ખાતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, બાદમાં પર્યાવરણ જાગૃતિ સંદેશ માટે સાયકલ રેલી યોજાઈ
આજે સમગ્ર વિશ્વ સૃષ્ટિના વાતાવરણમાં થઈ રહેલા અસાધારણ પરિવર્તનોથી ચિંતિત છે ત્યારે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની બીટ પ્લાસ્ટિક પોલ્યુશન' થીમ સાથે જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા ૫૦ મો વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા
બનાસકાંઠાના અંબાજી ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણથી ક્યુ.આર.(QR) કોડ લોન્ચીંગ કરી ઉજવવામાં આવ્યો હતો.
૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ મિશન લાઇફની સામૂહિક ગતિશીલતાની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ભરૂચ-નર્મદા સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષસ્થાને પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ નિવારણ' થીમ અંતર્ગત રાજપીપલાની ગુજરાત ફોરેસ્ટ રેન્જર કોલેજ ભ્રહ્યમપુત્ર હોસ્ટેલ વડીયા પેલેસ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી વસાવાએ જણાવ્યું કે, માનવીનું જીવન પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પર આધારિત છે. વનો નષ્ટ થશે તો આદિવાસીઓનું જીવન આવનારા સમયમાં જોખમમાં મૂકાશે. પૃથ્વીનો
પ્રત્યેક જીવ એક યા બીજી રીતે પર્યાવરણ સાથે જોડાયેલો છે. પર્યાવરણ સંરક્ષણ જાળવણી માટે આજે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ અને નાના-મોટા પ્રયાસ કરી વૃક્ષો વાવીએ, જતન કરીએ. કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા વૃક્ષોના જતન માટે અનેકવિધ પ્રયાસો અને યોજનાઓ અમલમાં મૂકી છે. તેમાં પણ સારી કામગીરી થઈ રહી છે. જેથી વન વિભાગ દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે વધુ લોકોને પ્રોત્સાહન મળે તે માટે પ્રયત્નો કરે અને પ્રત્યેક નાગરિકે પોતાની સૃષ્ટિ પર્યાવરણને બચાવવા દેશના યોગદાનમાં પોતાની જવાબદારી સમજીને સહભાગી થઈ ગુજરાતને હરિયાળું વનોથી ભરપુર બનાવે તે આજના સમયની માંગ છે.
સાંસદશ્રી મનસુખ વસાવાએ જણાવ્યું કે, હું કેન્દ્રમાં મંત્રી હતો તે વખતે અને પર્યાવરણ અંગે ૧૦ વર્ષમાં જેટલી પણ મિટીંગો થઈ તેમાં એક પણ મિટીંગમાં હું ગેરહાજર રહ્યો નથી. પર્યાવરણ અને
આદિજાતિના હિતની વાતો હું દરેક કાર્યક્રમમાં કરું છું. ગત વર્ષોમાં કોરોના મહામારી આવી હતી પણ માલસામોટ જેવા વિસ્તારમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી. ત્યાંનું વાતાવરણ અને વૃક્ષોનું ઓક્સિજન આપવાની પ્રક્રિયા અમૂલ્ય છે. અને તેમણે ઉદ્યોગોને ટકોર કરતા જણાવ્યું કે, તેમાં પણ વૃક્ષ ઉછેરમાં ટાર્ગેટ પ્રમાણે વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીમાં મદદ કરે, જેટલા વૃક્ષો વાવીએ તે મોટા થાય તેનું જતન થાય તે પણ જરૂરી છે. અને વૈજ્ઞાનિકોને પણ કહેવા માંગુ છું કે, માનવીને જીવસૃષ્ટિને નુકસાન થાય તેવા સંશોધનો અને ઘાસને નાશ કરવાની દવાઓનો ઓછો ઉપયોગ કરવા ખેડૂતોને હિમાયત કરું છું. પ્રાકૃતિક ખેતી કરો, સૃષ્ટિના જતન થાય તેવું કાર્ય કરો, છોડમાં પણ રણછોડ છે. તેમ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત સરકારની સિદ્ધિઓ અને પર્યાવરણ રક્ષણ માટેની કામગીરી અંગે પણ લોકોને જાગૃત કરતા સાંસદશ્રી વસાવા ઉમેર્યુ હતુ કે, આદિવાસીઓનું જીવન પર્યાવરણ અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. કોરોનાના સુરક્ષાકવચ તરીકે વનસ્પતિ ઔષધિયોનો જ ઉપયોગ કરીને લોકોને નવજીવન મળ્યું છે. સાંસદશ્રી વસાવાએ વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણની જાળવણી માટે સંદેશો આપી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસનું અંબાજી ખાતેથી આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ શ્રી વસાવા સાથે સૌ ઉપસ્થિત અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ સહિત
લોકોએ નિહાળ્યું હતું. જિલ્લા માહિતી કચેરી નર્મદા દ્વારા પણ આ પ્રસંગે લોકજાગૃતિ તથા સરકારશ્રીની અનેકવિધ યોજનાકીય માહિતી પુસ્તિકા તથા સાહિત્ય વિતરણ કરીને પ્રસંશનીય કામગીરી કરી હતી. રેન્જ ફોરેસ્ટના તાલીમાર્થીઓ દ્વારા અધિકારીશ્રીઓએ પણ પર્યાવરણની જાળવણી માટે સાયકલ રેલી થકી લોકોને સંદેશો આપ્યો હતો. રેલીનું પ્રસ્થાન સાંસદશ્રીએ લીલી ઝંડી આપીને કરાવ્યું હતું.
નર્મદા વન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, સંબંધિત
અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યુ હતુ. તાલીમાર્થીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ સમૂહ તસ્વીર પડાવી હતી. અને ૫૦૦૦ વૃક્ષો વાવવાની નેમ વ્યક્ત કરી હતી. રેંજ ફોરેસ્ટના તાલીમાર્થી અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ પર્યાવરણના રક્ષણની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટની તાલીમાર્થી વિદ્યાર્થીની સુશ્રી શ્વેતાબેન દ્વારા ગ્લોબલ વોર્મિંગ અંગે વિસ્તૃત જાનકારી આપવામાં આવી હતી. નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર દ્વારા મહાનુભાવોને
કૃષ્ણકમલ વેલ અને બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અંતમાં નાયબ વન સંરક્ષક (સામાજિક વનવિભાગ) શ્રી મિતેશ પટેલે આભાર વિધી કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાજરીના પોષક અને કૃષિ લાભોના પ્રબળ હિમાયતી રહ્યા છે, સ્વસ્થ આહાર અને પર્યાવરણને અનુકૂળ ખેતીમાં તેમની ભૂમિકા પર ભાર મૂકે છે. તેમના પ્રયાસોને કારણે સંયુક્ત રાષ્ટ્રએ 2023 ને 'આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ' તરીકે જાહેર કર્યું, જેનાથી સમગ્ર ભારતમાં બાજરીની ખેતી અને વપરાશને વધુ પ્રોત્સાહન મળ્યું છે.
હા, ગુજરાત હવે ઉત્તરાખંડ પછી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુસીસી કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કેન્સરના દર્દીઓને, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.