બગદાણા ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામનો આરંભ
રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને અંધજન મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા.૧૮/૦૪/૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી બ્રહ્મ સમાજની વાડી બગદાણા ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામનો આરંભ શ્રી હરેશભાઈ ભમ્મરના શ્લોકગાનથી કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને અંધજન મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સમસારા શીપીંગ કં.પ્રા.લી.મુંબઈ અને સી.ટ્રેડ શીપીંગ ઇન્ડીયા પ્રા.લી.ના આર્થિક સહયોગથી તા.૧૮/૦૪/૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી બ્રહ્મ સમાજની વાડી (સંસ્કૃત પાઠશાળા) બગદાણા ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામનો આરંભ શ્રી હરેશભાઈ ભમ્મર (આચાર્યશ્રી, મોણપર કેન્દ્રવર્તી શાળા)ના શ્લોકગાનથી કરવામાં આવ્યો હતો. જ્યારે દીપ પ્રાગટ્ય શ્રી અતુલભાઇ મકવાણા (તાલુકા શિક્ષણ અધિકારી, તળાજા), શ્રી સુખાભાઈ ડાભી (આચાર્યશ્રી, બજરંગદાસ બાપા માધ્યમિક શાળા બગદાણા), શ્રી સુરૂભા ગોહિલ (મેનેજરશ્રી,ગુરુ આશ્રમ બગદાણા), શ્રી કમલેશભાઈ દોશી (પ્રતિષ્ઠિત નાગરિક, બગદાણા), શ્રી માર્કંડભાઈ પંડ્યા (પ્રમુખશ્રી, બ્રહ્મ સમાજની વાડી બગદાણા), શ્રી હિંમતભાઈ બાવળીયા (આચાર્યશ્રી, દેગવડા પ્રાથમિક શાળા) ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આરંભમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત એન.એ.બી.ભાવનગરના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ ગોહિલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનો હેતુ બી.પી.એ.અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ભરતભાઈ જોશીએ જણાવ્યો હતો. સમસારા શીપીંગ કં.પ્રા.લી.મુંબઈના ગ્રુપ પ્રેસિડેન્ટ એન્ડ સી.ઈ.ઓ શ્રી મુકેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે અમારા પરિવાર અને કંપનીનો હેતુ દિવ્યાંગ બહેનોને સ્વાવલંબી બનાવી પગભર બનાવવાનો છે. લગભગ વીસ હજારની કિંમત ધરાવતું ઉષા કંપનીનું મશીન તમને આર્થિક ઉપાર્જન કરવામાં ઉપયોગી બનશે અને તમારી આગવી ઓળખ ઉભી કરશે. અમારા ટ્રેનર તમારામાં પડેલી કૌશલ્ય શક્તિને બહાર લાવી સિલાઈ મશીનના વિવિધ ઉપયોગો અને નમૂનાઓ તૈયાર કરાવી તમારામાં આત્મવિશ્વાસ જગાડશે. તેમણે પોતાના પ્રવચનમાં અંધજન મંડળના શ્રી ભૂષણ પુનાની, શ્રી ભરતભાઈ જોશી અને શ્રી નંદીનીબેન રાવલની ખાસ નોંધ લઇ દિવ્યાંગ બહેનો માટે ચાલતા કર્મયજ્ઞની સરાહના કરી હતી. આ પ્રસંગે અંધજન મંડળ અમદાવાના શ્રી ભૂષણ પુનાની અને શ્રી નંદીનીબેન રાવલે પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
અધ્યક્ષ સ્થાનેથી એન.એ.બી.ભાવનગરના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ દિવ્યાંગ બહેનોને માર્મિક ટકોર કરી આર્થિક રીતે પોતાના પગ પર ઉભા થઇ આગળ વધવા માટે યોજાયેલ આ વર્કશોપમાં સઘન તાલીમ મેળવી કૌશલ્ય પ્રાપ્ત કરી લેવા નિર્દેશ કર્યો હતો. ટૂંકાગાળાના લાભ અને શોર્ટકટ શોધવાને બદલે આત્મનિર્ભર બનવા પરિશ્રમને મહત્વ આપવા ઉદાહરણો આપી બહેનોને પ્રેરણા મળે તેવા ઉદબોધન સાથે યજ્ઞમાં જોડાયેલ બગદાણાના કાર્યકરોનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એ.બી.ભાવનગરના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. જયારે આભારવિધિ શ્રી રાજુભાઈ બારૈયા (આચાર્યશ્રી, જાંબુડા પ્રાથમિક શાળા)એ કરી હતી.
જામ ખંભાળીયામાં નકલી CID અધિકારી ઝડપાયો! નકલી આઈકાર્ડ અને લાલ લાઈટ-સાઈરન સાથે રોફ જમાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી. દેવભૂમિ દ્વારકાની આ ચોંકાવનારી ઘટનાની તમામ વિગતો અને તાજા અપડેટ્સ જાણો.
અમદાવાદ પોલીસે શિલ્પા દવે નામની મહિલાને ગિરફ્તાર કર્યા, જેણે આરોગ્ય ખાતામાં નોકરીના ઝાંસે 16 લોકોના 43.5 લાખ રૂપિયા લૂંટ્યા. જાણો સંપૂર્ણ કેસ અને પોલીસની કાર્યવાહી.
"ઉનાળાની ત્રાહિમામ ગરમીએ ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઇડ જેવા ચેપી રોગોને વધાર્યો છે. આર્ટિકલમાં સુરક્ષા અને બચાવની રીતો પર ચર્ચા કરવામાં આવી છે."