તળાજા ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામનો આરંભ
રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને અંધજન મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા.૧૮/૦૪/૨૦૨૫ને શુક્રવારના રોજ બપોરે ૩:૫૦ કલાકે શ્રી પટેલ વાડી, તળાજા ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામનો આરંભ શ્રી ચંદુભાઈ ચૌહાણના શ્લોકગાનથી કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને અંધજન મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સમસારા શીપીંગ કં.પ્રા.લી.મુંબઈ અને સી.ટ્રેડ શીપીંગ ઇન્ડીયા પ્રા.લી.ના આર્થિક સહયોગથી તા.૧૮/૦૪/૨૦૨૫ને શુક્રવારના રોજ બપોરે ૩:૫૦ કલાકે શ્રી પટેલ વાડી, તળાજા ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામનો આરંભ શ્રી ચંદુભાઈ ચૌહાણ (નિવૃત શિક્ષકશ્રી)ના શ્લોકગાનથી કરવામાં આવ્યો હતો. જ્યારે દીપ પ્રાગટ્ય શ્રી પોપટભાઈ કુકડીયા (તળાજા-મહુવા શ્રી પટેલજ્ઞાતિવાડી) ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આરંભમાં મહેમાનોનું ધૂપસળી અને શાબ્દિક સ્વાગત શ્રી હર્ષ એન.સોની અને સંસ્થાના કાર્યકરોએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનો હેતુ બી.પી.એ.અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ભરતભાઈ જોશીએ જણાવ્યો હતો. સમસારા શીપીંગ કં.પ્રા.લી.મુંબઈના ગ્રુપ પ્રેસિડેન્ટ એન્ડ સી.ઈ.ઓ શ્રી મુકેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે તમને સિલાઈ મશીન જે મળવાનું છે તેનો પ્રચાર પ્રસાર કરી લોકો તમારા સુધી કામ માટે આવતા થાય તેવી તાલીમ મેળવી કૌશલ્ય પ્રાપ્ત કરશો આ માટે તમને અમારા ટ્રેનર ઉત્તમ તાલીમ આપી અવનવું શીખવવાના છે. ટ્રેનર શ્રી વિનોદાબેનની સાભાર નોંધ લઇ તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૭૮૯ બહેનોને સિલાઈ મશીનની ટ્રેનીંગ આપી મશીનો અર્પણ કરવામાં આવ્યા છે. તેઓ માસિક ત્રણ થી પાંચ હજાર જેટલું દર મહીને આર્થિક ઉપાર્જન કરી પોતાના પરિવારને ટેકો કરી રહી છે. અંધજન મંડળ અમદાવાદ અને અમારી કંપની દ્વારા એડવાન્સ ટ્રેનીંગનો પ્રબંધ પણ કરવામાં આવ્યો છે. જેનાથી બહેનોની આવકમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં શ્રી ભરતભાઈએ ધોળકા મુકામે આવો એડવાન્સ ટ્રેનીંગનો પ્રોગ્રામ કર્યો હતો. ભવિષ્યમાં પણ દિવ્યાંગ બહેનોને પગભર બનાવવા અમારી કંપની આ રીતે આર્થિક રીતે સહભાગી થઇ કામ કરતી રહેશે. હું પોતે ભાવનગરનો છું એટલે મને આ જીલ્લાની બહેનોને તેનો વધુ લાભ મળી રહ્યો છે તેનો મને આનંદ છે. મારા જાણવા પ્રમાણે અત્યાર સુધીમાં ભાવનગર જીલ્લામાં આ નવમો પ્રોગ્રામ છે. આ માટે એન.એ.બી.ભાવનગરની ટીમ સતત કામ કરી રહી છે. અધ્યક્ષ સ્થાનેથી એન.એ.બી.ભાવનગરના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે ભાવનગર જીલ્લામાં આ નવમો સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ બહેનોને સિલાઈ મશીનની તાલીમ આપવામાં આવી છે અને અમારા સ્નેહીમિત્ર શ્રી મુકેશભાઈ ઓઝા અને શ્રી હીનાબેન તેમજ સમસારા શીપીંગ કં.પ્રા.લીના આર્થિક સહયોગથી બહેનોને ઉષા કંપનીના ૧૫ થી ૨૦ હજારની કિંમત ધરાવતા મશીનો આપવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં ભાવનગર જીલ્લો સૌથી વધુ તાલીમો યોજી મોખરે રહ્યો છે ત્યારે તાલીમમાં જોડાયેલ તમામ બહેનોને હું અભિનંદન પાઠવું છું.
આજનો દિવસ એટલે ૧૮ મી એપ્રિલ આઠ ને એક નવ એટલે પૂર્ણ અંક. આ દિવસે એક ઈતિહાસ સર્જાયો છે. એક જ દિવસમાં બે તાલીમી વર્કશોપનો આરંભ કરી એન.એ.બી.ભાવનગરે દિવ્યાંગ બહેનોના પુર્નવાસના કાર્યને વેગ મળે તે દિશામાં પગ ઉપાડી પોતાની કટિબદ્ધતા દર્શાવી છે. આગામી ઓકટોબર-નવેમ્બર મહિનામાં બહેનો વધુ આર્થિક ઉપાર્જન કરતી થાય તેવા ઉમદા હેતુથી ઉત્તમ કૌશલ્ય ધરાવાતી બહેનોને એડવાન્સ ટ્રેનીંગ આપી વિશેષ વર્કશોપમાં ફેશન ડીઝાઈનીંગની અદ્વિતીય કૌશલ્યની રીત શીખવવામાં આવશે. જેના કારણે બહેનો પોતપોતાના વિસ્તારમાં પોતાના વ્યવસાય દ્વારા લોકોમાં જાણીતી બનશે અને એ રીતે સિલાઈનું કામ મેળવી પગભર બનશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એ.બી.ભાવનગરના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. જયારે આભારવિધિ શ્રી સાગરભાઈ ચૌહાણએ કરી હતી.
જામ ખંભાળીયામાં નકલી CID અધિકારી ઝડપાયો! નકલી આઈકાર્ડ અને લાલ લાઈટ-સાઈરન સાથે રોફ જમાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી. દેવભૂમિ દ્વારકાની આ ચોંકાવનારી ઘટનાની તમામ વિગતો અને તાજા અપડેટ્સ જાણો.
અમદાવાદ પોલીસે શિલ્પા દવે નામની મહિલાને ગિરફ્તાર કર્યા, જેણે આરોગ્ય ખાતામાં નોકરીના ઝાંસે 16 લોકોના 43.5 લાખ રૂપિયા લૂંટ્યા. જાણો સંપૂર્ણ કેસ અને પોલીસની કાર્યવાહી.
"ઉનાળાની ત્રાહિમામ ગરમીએ ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઇડ જેવા ચેપી રોગોને વધાર્યો છે. આર્ટિકલમાં સુરક્ષા અને બચાવની રીતો પર ચર્ચા કરવામાં આવી છે."