દાહોદ ડાયટ ખાતે 10 મો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલ કાર્યક્રમ યોજાયો
GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ આયોજિત 10 મો એજ્યુકેશન ફેસ્ટીવલ 2024/25 કાર્યક્રમ યોજાયો હતો.
રિપોર્ટર દિપક રાવલ દ્વારા, દાહોદ લીમખેડા
GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ આયોજિત 10 મો એજ્યુકેશન ફેસ્ટીવલ 2024/25 કાર્યક્રમ યોજાયો હતો. જેનો શુભારંભ કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે(IAS)ની અધ્યક્ષતામાં યોજાયો હતો.કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કરતા તેમને સૌ શિક્ષક ભાઈ-બહેનોને સમગ્ર વર્ષ દરમિયાન વર્ગખંડમાં બાળકો સમક્ષ નવતર અભિગમ થકી વર્ગકાર્ય કરવા પર ભાર મૂક્યો હતો.
10 માં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલ કાર્યક્રમ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી 35 શિક્ષક ભાઈઓ-બહેનો દ્વારા 35 નવતર અભિગમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. 10 માં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલ શુભારંભ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા(IAS) પ્રાયોજનાં વહીવટદાર શ્રી દેવેન્દ્ર પ્રકાશ મીના(IAS),પ્રાંત અધિકારી દાહોદ શ્રી મિલીન દવે,જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ. એલ.દામા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.એ.બારીઆ,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આર.એ.ગડરિયા,ડાયટ ના પ્રાચાર્ય શ્રી આર.જી.મુનીયા,ઈનોવેશન સેલ કો.ઓર્ડીનેટર શ્રી એમ.એન.ડામોર,ડાયટ પરિવારનાં સભ્યો,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુરતાનભાઈ કટારા,જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનાં અધ્યક્ષ શ્રી દેશિંગભાઈ તડવી,બંને સંગઠનોના વિવિધ હોદ્દેદારો,જિલ્લાના દરેક તાલુકાના TPEO, તાલુકાઓના BRC.Co.ઓર્ડીનેટર, CRC.Co.ઓર્ડીનેટર,ઈનોવેટીવ શિક્ષક ભાઈઓ-બહેનો,પ્રદર્શન નિહાળવા આવેલા સારસ્વત ભાઈઓ-બહેનો સહિત બાળકો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કુલ ૮ જિલ્લાની કોર્ટ જ્યુડીસરીની કોર્ટ પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. આ બિલ્ડીંગના બાંધકામ માટે કુલ રૂ. ૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
શેલ એનર્જી ઇન્ડિયા પ્રા.લિ. (SEIPL) દ્વારા CSR-ફંડેડ સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન સમારંભ આજે પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે યોજાયું.
ફેક્ટરીમાં ડિટર્જન્ટ, વોશિંગ પાવડર અને સાબુનું ઉત્પાદન થતું હતું. આ માટે વપરાતા એરંડા અને પાઈન તેલના બેરલમાં પણ આગ લાગી અને વિસ્ફોટ થયો. અમિત દવેએ જણાવ્યું હતું કે આગ ઓલવતી વખતે એક ફાયરમેન ઘાયલ થયો હતો.