10મી IME 2023 મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન અને કોન્ફરન્સીસની શરૂઆત કરશે
ઈન્ટરનેશનલ માઈનિંગ, ઈક્વિપમેન્ટ એન્ડ મિનરલ્સ (આઈએમઈ 2023)ની ચાર દિવસીય 10મી આવૃત્તિનો 6 નવેમ્બર, 2023ના રોજ કોલકાતા ખાતે પ્રારંભ થશે, જેમાં 30થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે.
ઈન્ટરનેશનલ માઈનિંગ, ઈક્વિપમેન્ટ એન્ડ મિનરલ્સ (આઈએમઈ 2023)ની ચાર દિવસીય 10મી આવૃત્તિનો 6 નવેમ્બર, 2023ના રોજ કોલકાતા ખાતે પ્રારંભ થશે, જેમાં 30થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. 10મી એશિયન માઇનિંગ કોંગ્રેસ ખનિજ ઉત્પાદન ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રગતિ માટે ટેક્નો-સાયન્ટિફિક
સહકારને પ્રોત્સાહન આપવા અને તેની વૃદ્ધિ માટે મહત્ત્વનો મંચ ઉપલબ્ધ બનાવશે, આ ઉપરાંત એશિયન અને ગ્લોબલ એમ બંને માઇનિંગ કમ્યુનિટીઝને લાભદાયક બની શકે તેવી સાતત્યપૂર્ણ વેપારની નવી તકોના વિકાસને પ્રોત્સાહન આપશે.
આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો, ખાણ, ખનીજો અને આનુષંગિક ઉદ્યોગો સાથે ઇલેક્ટ્રિક વાહનો પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ વર્ષની માઇનિંગ કોંગ્રેસની થીમ – વૈશ્વિક પરિવર્તન સામે શ્રેષ્ઠ માઈનિંગ પદ્ધતિઓની યોજના છે, જેમાં વર્તમાન ઘટનાક્રમો, અત્યાધુનિક ટેકનોલોજીની ઉપલબ્ધતા, ઉપકરણો અને આ ક્ષેત્રમાં થઈ રહેલાં ડિજિટલ પરિવર્તન સહિતની સંબંધિત અત્યાધુનિક નવીનતાઓની સમીક્ષા કરીને શ્રેષ્ઠ ખાણકામ પદ્ધતિઓ પર મનોમંથન કરાશે.
આ કાર્યક્રમનું ઉદઘાટન ભારત સરકારનાં કોલસા ખાણ અને સંસદીય બાબતોનાં માનનીય મંત્રીના હસ્તે, ફોરેન ટ્રેડ કમિશન્સ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં કેટલાંક અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કરાય એવી અપેક્ષા છે. આ કાર્યક્રમમાં સ્ટીલ, મેટલર્જી, કન્સ્ટ્રક્શન - ઇક્વિપમેન્ટ્સ, મટિરિયલ્સ, વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો, ખાણકામ, ખનિજો અને આનુષંગિક ઉદ્યોગો સાથે ઇલેક્ટ્રિક વાહનો જેવા મેગા સેક્ટર્સની સંસ્થાઓ ભાગ લેશે.
ટાફકોન દ્વારા એમજીએમઆઈના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં, ઓસ્ટ્રેલિયા, ચીન, ચેક રિપબ્લિક, જર્મની, પોલેન્ડ, રશિયા, તુર્કી, ઇરાન, યુકે અને યુએસએના કેટલાક વેપારી પ્રતિનિધિમંડળો ઉપરાંત 25,000થી વધુ મૂલ્યવાન બિઝનેસ વિઝિટર્સ, 15,000 જેટલા ટ્રેડ વિઝિટર્સ અને 1,000 પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
ટાફકોન પ્રોજેક્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ વર્કર, આઇપી વાધવાએ મેગા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો અને પરિષદો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રથમ પ્લેટફોર્મ હશે જે વૈકલ્પિક ભાવિ ઊર્જા અને ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટ ઉપરાંત સ્ટીલ, મેટલર્જી, બાંધકામ - ઉપકરણો, મટિરિયલ્સ જેવા વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરશે.
ભારતના સફળ પ્રદર્શનો અને કોન્ફરન્સીસ પૈકીના એક તરીકે ગણાતા આ ચાર દિવસીય ભવ્ય કાર્યક્રમમાં સમાંતર ધોરણે ઘણી બી2બી બેઠકો યોજાશેઃ આઈએમઈ – મુખ્ય કાર્યક્રમ આઈએસએમઈ – ઇન્ટરનેશનલ સ્ટીલ એન્ડ મેટલર્જી એક્ઝિબિશન, સીઈએમ – ઇન્ટરનેશનલ કન્સ્ટ્રક્શન, ઇક્વિપમેન્ટ એન્ડ મટિરિયલ્સ એક્ઝિબિશન, આ જ સ્થળે યોજાશે.
ભારત હાલમાં વિશ્વમાં ક્રૂડ સ્ટીલનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર એ વૃદ્ધિના મુખ્ય પરિબળો પૈકીનું એક હોવાને લીધે આ બાબત ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. ઉર્જા ક્ષેત્રે આધુનિક સંશોધનો અને નવી પહેલ માટેની વૈશ્વિક જરૂરિયાતોને પગલે આ બીટુબી એક્ઝિબિશન્સ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની હાજરીમાં વધારાની અને કારોબારની વૃદ્ધિ માટેના એક અન્યોનય સ્થળ ઉપલબ્ધ બનાવવાનું વચન આપે છે.
ભારતે સ્ક્રેમજેટ એન્જિનનું 1000 સેકન્ડથી વધુ સમય સુધી સફળ પરીક્ષણ કર્યું, જે હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજીમાં ઐતિહાસિક સફળતા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ વિશે વધુ જાણો.
"ભારત-ફ્રાન્સની 63,887 કરોડની રાફેલ જેટ ડીલથી નૌકાદળ મજબૂત! જાણો ભારત-પાકિસ્તાન તણાવમાં રાફેલની ખાસિયતો અને સંરક્ષણ સોદાની વિગતો."
કૈલાસ માનસરોવર યાત્રા માટે અરજી કરવા માટે kmy.gov.in વેબસાઇટ ખોલવામાં આવી છે. કૈલાસ માનસરોવર યાત્રા પર જવા માંગતા કોઈપણ પ્રવાસી ઓનલાઈન અરજી કરી શકે છે.