શિનોર તાલુકામાં એક જ દિવસમાં ૧૨૫ લાભાર્થીઓને મળ્યા આયુષ્માન કાર્ડ
યોગ્ય પાત્રતા ધરાવતા નાગરિકોને ઘેરબેઠા જ સરકારી યોજનાઓનો લાભ મળે, તેવા અડગ નિર્ધાર સાથે વડોદરા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે.
વડોદરા : યોગ્ય પાત્રતા ધરાવતા નાગરિકોને ઘેરબેઠા જ સરકારી યોજનાઓનો લાભ મળે, તેવા અડગ નિર્ધાર સાથે વડોદરા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે. વડોદરા જિલ્લામાં શિનોર તાલુકાના કુકસ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું.
કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ ગામેગામ ફરી રહી છે. જેના ભાગરૂપે શિનોર તાલુકામાં સવારે કુકસ ગામ અને બપોર બાદ તેરસા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. એક જ દિવસમાં બંને ગામના કુલ ૧૨૫ લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડનો લાભ મળ્યો હતો.
સવારે કડકડતી ઠંડીમાં પણ કુકસ ગામ ખાતે ૪૫૦ થી વધુ ગ્રામજનો રથના સ્વાગતમાં જોડાયા હતા. બપોર બાદ રથના સ્વાગત માટે તેરસા ગામના લોકોમાં પણ થનગનાટ જોવા મળ્યો હતો. યોજનાઓની મળતી સંપૂર્ણ માહિતી અને ઘેરબેઠા સરકારી યોજનાઓના મળતા તાત્કાલિક લાભથી અભિભૂત થયેલા લોકોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સકારાત્મક પ્રતિભાવો જણાવ્યા હતા. આ પ્રસંગે પોષણ અભિયાન સહિતની યોજનાઓના લાભોનું પણ વિતરણ કરાયું હતું.
અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તથા અન્ય નિગમોની યોજનાના ૩.૯૯ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડથી વધુના લાભોનું વિતરણ કરાશે.
અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા SIR ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની રચનાની કામગીરી પ્રગતિમાં છે. અહીં અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં કુલ રૂ. ૩૫,૯૮૪.૫૮ કરોડનું રોકાણ પણ મળ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ