આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા 14 ધરતી રત્નોને પુરસ્કૃત કરવામાં આવ્યા
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જેઓએ પોતાનું જીવન આર્થિક ઉપાર્જનની આશા વગર માનવસેવા કે સમાજસેવામાં જોતરી દીધું હોય તેવા 14 ધરતીરત્નોને ધરતી રત્ન પુરસ્કાર દ્વારા નવાજવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારંભ રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો.
અમદાવાદ : આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જેઓએ પોતાનું જીવન આર્થિક ઉપાર્જનની આશા વગર માનવસેવા કે સમાજસેવામાં જોતરી દીધું હોય તેવા 14 ધરતીરત્નોને ધરતી રત્ન પુરસ્કાર દ્વારા નવાજવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારંભ રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ધરતી રત્ન એવોર્ડ – 9ના અતિથિ વિશેષ તરીકે શ્રી કંચનભાઈ બી ઝવેરી (ટ્રસ્ટી અને દાતાશ્રી સત્યસાંઈ હોસ્પિટલ), તથા આ ઈવેન્ટના દાતાશ્રી શ્રી કનુભાઈ એમ પટેલ (ચેરમેન મોન્ટેકાર્લો લિ.), આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ આર. એસ. પટેલ સંસ્થાના કારોબારી સભ્ય પૂર્વ મહેસુલ મંત્રી શ્રીકૌશીક પટેલ, સહિત ટ્રસ્ટના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ધરતી રત્ની એવોર્ડ એનાયત કરવાના પ્રસંગે રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સમાજ સેવા કે માનવ સેવા કરનારા ધરતી રત્નો સમાજના એવા પુષ્પો છે કે જેઓ તેમના સેવાકીય કાર્ય દ્વારા સમાજને સતત મધમધતો બાગ બનાવવા મથતા હોય છે. આવા ધરતીરત્નોને પુરસ્કૃત કરી સમાજને રાહ ચીંધવાના કાર્યને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આયોજીત કરવામાં આવે છે કે જે પ્રવૃત્તિ અભિનંદન અને અભિવાદનને પાત્ર છે.
આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ આર એસ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં ધરતી રત્ન એવોર્ડ વિજેતાઓને ફુલો સાથે સરખાવતા જણાવ્યું હતું કે, ફુલો બગીચામાં કે જંગલમાં કોઈ જોનાર ન હોવા છતાં તેમની પોતાની રીતે ખીલે છે અને સ્વયંભૂ સૂવાસ ફેલાવતા રહે છે. તે જ રીતે ધરતી રત્ન એવોર્ડ વિજેતાઓતેમના પોતાના આનંદ માટે જ સેવાકીય કાર્યો કરે છે અને તેની સુવાસ સમગ્ર સમાજમાં ફેલાવે છે. પરંતુ જે લોકો નિસ્વાર્થભાવે કોઈપણ આર્થિક ઉપાર્જનની અપેક્ષા સિવાય માનવસેવા કે સમાજસેવા કરે છે તેવા ધરતી રત્નોને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી નવાજવાનો અમારા અભિગમનો મુખ્ય હેતુ દીવે-દીવો પ્રગટે તેમ અનેક સેવકોને ઉત્તમ સેવાકાર્યો કરવાની પ્રેરણા મળે તેનો છે.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.