પશ્ચિમ રેલવે ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સની 17મી સ્ટેટ રેલીનું સમાપન
પશ્ચિમ રેલવે અને ભારત સ્કાઉટ- ગાઇડ્સ દ્વારા 15 ડિસેમ્બર 2023 થી 19 ડિસેમ્બર 2023 દરમિયાન ફૂટબોલ ગ્રાઉન્ડ ન્યુ રેલ્વે કોલોની સાબરમતી, અમદાવાદ ખાતે આયોજિત 17મી સ્ટેટ રેલી (કેમ્પ) નું સફળતાપૂર્વક સંપન્ન થયું.
પશ્ચિમ રેલવે અને ભારત સ્કાઉટ- ગાઇડ્સ દ્વારા 15 ડિસેમ્બર 2023 થી 19 ડિસેમ્બર 2023 દરમિયાન ફૂટબોલ ગ્રાઉન્ડ ન્યુ રેલ્વે કોલોની સાબરમતી, અમદાવાદ ખાતે આયોજિત 17મી સ્ટેટ રેલી (કેમ્પ) નું સફળતાપૂર્વક સંપન્ન થયું.
આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે ના 07 જિલ્લા સંઘ - અમદાવાદ, મુંબઈ, વડોદરા, ભાવનગર, રાજકોટ, રતલામ, દાહોદ અને ક્ષેત્રીય રેલવે, નિકટવર્તી રાજ્યો થી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દાદરા નગર હવેલીના લગભગ 700 સ્કાઉટ્સ/ગાઇડ્સઓ એ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ રેલી (કેમ્પ)માં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પાયોનિયરિંગ અને વિવિધ કૌશલ્ય સંબંધિત કાર્યક્રમોમાં સ્કાઉટ્સ/ગાઇડ્સઓ એ સક્રિયપણે ભાગ લીધો હતો.
તારીખ 15/12/2023 થી પશ્ચિમ રેલવે રાજ્ય ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સની 17મી રાજ્ય રેલીનું આયોજન સાબરમતી ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય મહેમાન શ્રી સુધીર કુમાર શર્મા મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી દયાનંદ સાહુ અપર મંડળ રેલ પ્રબંધક અને અન્ય વરિષ્ઠ મંડળ ની હાજરીમાં થયો. આ સમારોહ ની શોભા વધારવા શ્રી મનીષ મહેતા, રાષ્ટ્રીય આયુક્ત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સ્કાઉટ અને ગાઈડના બાળકો દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી, ધ્વજવંદનનો કાર્યક્રમ અને તમામ મહેમાનોનો સન્માન સમારોહ પશ્ચિમ રેલવે ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સના રાજ્ય અને જિલ્લા સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
તારીખ 16.12.2023 ના રોજ, શારીરિક તંદુરસ્તી સ્પર્ધા અને મનોરંજક રમતનું મૂલ્યાંકન શ્રીમતી મનીષા વલ્વલકર, સંયુક્ત સ્ટેટ સચિવ, ચર્ચગેટ, મુંબઈ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્કાઉટ્સ અને ગાઈડ્સના બાળકોએ રૂટ માર્ચની શરૂઆત શ્રી રાજેશ અગ્રવાલ, મહાપ્રબંધક, NHSRCLની હાજરીમાં કરી હતી જે સાબરમતીના વિવિધ સ્થળોએ થઈને સાબરમતી ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી, પાયોનિયરિંગ પ્રોજેક્ટ સ્પર્ધા SOC-BSG શ્રી પવન કુમાર જીની હાજરીમાં યોજાઈ હતી, ક્વિઝ સ્પર્ધા રાજ્ય મુખ્યાલયના સભ્યો દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. કેમ્પ ફાયરના મુખ્ય અતિથિ શ્રી અશોક કુમાર જિલ્લા આયુક્ત (સ્કાઉટ)ની સામે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
તારીખ 17.12.2023 ના રોજ ગેટ બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, ગ્રામ્ય મેળા સ્પર્ધાના મહેમાન શ્રી એસ. શુભ્રમનિયમ સ્ટેટ ટ્રેઝર દ્વારા સંપન્ન કરવામાં આવ્યું આ સાથે મુખૌટા મેકિંગ, ટોટેમ પોલ, GIANT ડોલ મેકિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું અને લોકનૃત્ય રજૂ કરવામાં સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના બાળકો દ્વારા આવ્યું હતું,
તારીખ 18.12.2023 ના શ્રી શ્યામ સિંહ પ્રધાન મુખ્ય સંરક્ષા અધિકારી અને શ્રી ખુશાલ સિંહ CPTM પશ્ચિમ રેલવેનું સ્વાગત કરવામાં આવ્યું અને માર્ચ પાસ્ટની સલામી સ્કાઉટ્સ અને ગાઇડ્સના બાળકો દ્વારા આપવામાં આવી. 18.12.2023 વિવિધ સ્પર્ધાઓ જેવી રંગોળી, પોસ્ટર મેકિંગ, ફેસ પેઈન્ટીંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી (કેમ્પ) દરમિયાન, તમામ સ્કાઉટ્સ અને ગાઈડ દ્વારા વિવિધ પ્રકાર ની આપદાપ્રબંધનમાં કરવામાં આવતા કર્યો અને ઉપકરણો નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.