વડોદરા ડિવિઝનના 19 રેલવે કર્મચારીઓ ને મળ્યો ડીઆરએમ એવોર્ડ
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ રેલવે મેનેજર શ્રી જીતેન્દ્ર સિંહ એ મંડળના 19 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં ઉત્કૃષ્ટ કામના અમલ માટે સન્માનિત કર્યા. આ રેલવે કર્મચારીઓને ડ્યુટી દરમિયાન તેમની સજાગતા અને સતર્કતાના કારણે અપ્રિય ઘટનાઓને રોકવામાં તેમના ફાળા બદલ પ્રમાણ-પત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ રેલવે મેનેજર શ્રી જીતેન્દ્ર સિંહ એ મંડળના 19 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં ઉત્કૃષ્ટ કામના અમલ માટે સન્માનિત કર્યા. આ રેલવે કર્મચારીઓને ડ્યુટી દરમિયાન તેમની સજાગતા અને સતર્કતાના કારણે અપ્રિય ઘટનાઓને રોકવામાં તેમના ફાળા બદલ પ્રમાણ-પત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા.
વડોદરા મંડળના સિનિયર મંડળ સંરક્ષા અધિકારી શ્રી રાજકુમાર અમ્બિગરએ જણાવ્યું કે સ્ટેશન અધિક્ષક શ્રી અનિલ કુમાર ચૌરસિયા, એસએસઈ/રેલપથ શ્રી મહેશચંદ્ર બૈરવા, ટ્રેકમેન શ્રી હિમ્મત મોહન, જેઈ/રેલપથ શ્રી નવીન કુમાર રંજન, ટ્રેક મેન્ટેનર શ્રી શૈલેશ સબા, પોઈન્ટ્સમેન શ્રી અનમોલ મહાજન, શ્રી સુધીર એન. ભટ્ટ, શ્રી કુમાર સુંદરમ, ટીઆરડી આસિસ્ટન્ટ શ્રી દિલરાજ માળી, મહિલા હેડ કોન્સ્ટેબલ શ્રીમતી ભવિશા પાલ, હેડ કોન્સ્ટેબલ શ્રી રાજેન્દ્ર યાદવ, કોન્સ્ટેબલ શ્રી ઈશ્તિયાક શેખ, શ્રી સંજીવ કુમાર, શ્રી શ્યોરામ જાટ, સહાયક ઉપ નિરીક્ષક શ્રી બૃજેશ ઉપાધ્યાય, હેલ્પર (કે&વૈ) શ્રી કેસરી સિંહ પઢિયાર, આસિસ્ટન્ટ (કે&વૈ) શ્રી પ્રવિણ એસ. રાઠવા, શ્રી નરેન્દ્ર ઝેડ., ફિટર(કે&વૈ) શ્રી નૈનેશ બારિયા, ને યોગ્યતા પ્રમાણ-પત્ર તેમજ મેડલ આપીને સન્માનિત કર્યા. તમામ સન્માનિત કર્મચારીઓને રેલ સંરક્ષામાં ખામી મળવા પર તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરને અમંગળ ઘટના અને સંબંવિત નુકસાનથી બચાવ્યા છે
મંડળ રેલવે મેનેજર શ્રી જીતેન્દ્ર સિંહ એ આ સજાગ સંરક્ષા રેલવે કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો. શ્રી સિંહ એ કહ્યું કે યાત્રીઓની સંરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારી પોતાની ડ્યુંટી દરમિયાન સજાગતા અને સતર્કતાથી કામ કરે છે તો અમને સેફ ટ્રેન વર્કિગમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુરુવારે અમદાવાદમાં છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં હાજરી આપીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "એક ભારત-શ્રેષ્ઠ ભારત"ના વિઝનના મૂર્ત સ્વરૂપ તરીકે ઉજવણીની પ્રશંસા કરી હતી.
વીરપુર, સુપ્રસિદ્ધ યાત્રાધામ, સંત જલારામ બાપાની 225મી જન્મજયંતિ શુક્રવાર, 8મી નવેમ્બરના રોજ ભવ્ય રીતે ઉજવવા માટે તૈયાર છે. ગામ પહેલેથી જ રંગબેરંગી રોશનીથી શણગારેલું છે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરીને પાન-મસાલા ખાનારા અને જાહેર રસ્તાઓ પર થૂંકનારા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.