મહેસાણા સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે 2 સ્પાન લોન્ચ
મહેસાણા સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે 5 રનિંગ લાઇનો પર 2 સ્પાન લોન્ચ કરવા માટે 7 કલાકનો બ્લોક લેવામાં આવ્યો હતો લોંચિંગનું કામ સમય પર નિષ્પાદિત કરવામાં આવ્યું.
પશ્ચિમ રેલવે પર ગતિ,સલામતી અને ગતિશીલતા ને વધારવાના ઉદ્દેશ્ય થી માળખાકીય સુવિધાઓના ઝડપી વિકાસ માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે, આ દિશામાં આગળ વધીને અમદાવાદ મંડળના મહેસાણા સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે 5 રેલ રનિંગ રેલ લાઇનો પર 2 સ્પાન્સ (ગર્ડર)નું લોંચિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.
મહેસાણા સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે 5 રનિંગ લાઇનો પર 2 સ્પાન લોન્ચ કરવા માટે 7 કલાકનો બ્લોક લેવામાં આવ્યો હતો લોંચિંગ નું કામ સમય પર નિષ્પાદિત કરવામાં આવ્યું. 300 ટનની ક્રેન વડે બનાવવામાં આવેલ મધ્યમાં એક કલાક સુધી ભારે વરસાદને કારણે પ્રભાવિત થયો હતો, પરંતુ તમામ ટીમોએ જબરદસ્ત સમર્પણ સાથે કામ કર્યું હતું અને સમયસર કામ પૂર્ણ કર્યું હતું.
ક્રેનને લાઇન નંબર 1,2,3 ને પાર કર્યા પછી લાઇન નંબર 5 અને 6 માં મૂકવામાં આવી હતી અને લાઇન નંબર 5 અને 6 પર 400 મીટર સુધીની યાત્રા કરી કારણ કે બાહરી ટ્રેક થી લોન્ચ થવાની કોઈ શક્યતા ન હતી. લાઇન નંબર 4,5,6 અને લાઇન નંબર 7,8 માટે સ્પાન: 26.8 મીટર (15.5 ટન) અને સ્પાન: 19.6 મીટર (9.5 ટન) ના કુલ 4 ટ્રસ વાળા બે સ્પાન લોન્ચિંગ નું કામ સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
મહેસાણા અને જગુદણ વચ્ચે AC ટ્રેક્શનના સેક્શનિંગ ને કારણે તમામ લાઈન 1,2,3,4,5,6 બ્લોક થઈ રહી હતી, જો આમાંથી કોઈ પણ લાઈનો ક્રેન મુકવા માટે બ્લોક કરવામાં આવતી, તો તેને ઓછામાં ઓછા 7 કલાક માટે સાઇટ રેહવું પડતું. લાઇન નંબર 1,2,3 પરથી પસાર થતી ટ્રેનોની સુવિધા માટે સેક્શનિંગ કરવામાં આવી હતી, જ્યારે લાઇન નંબર 4,5,6 પર બ્લોક ચાલી રહ્યો હતો. મુસાફરોની સુવિધાઓ તેમજ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ પર સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પરિયોજના હેઠળ પ્લેટફોર્મ નંબર 1, 2, અને 3 ને 4,5,6 અને 7,8 સાથે જોડવામાં આવશે, જેથી મુસાફરોને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવાનું સરળતા રહેશે. આ નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી લગભગ દરરોજ હજારો મુસાફરોને સીધો ફાયદો થશે.
પશ્ચિમ રેલવેએ અમદાવાદ મંડળના વિકાસમાં મહત્વપૂર્ણ પહેલ કરી છે, જે મુસાફરોને વધુ સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવાનો એક નોંધપાત્ર પ્રયાસ છે. આ મહત્વપૂર્ણ કાર્યની સાથે સાથે, પશ્ચિમ રેલવેના વ્યાપક ક્ષેત્રોમાં એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિકાસ કાર્ય નિરંતર ચાલુ છે.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.