કરજણમાં ૨૦ નિવૃત્ત સેના જવાન, સ્વતંત્રતા સેનાનીના પરિજનોનું થયું સન્માન
કરજણ તાલુકા પંચાયત પરિસરમાં ધારાસભ્ય શ્રી અક્ષયભાઇ પટેલ તથા કલેક્ટર શ્રી અતુલ ગોરના હસ્તે વસુધા વાટિકામાં વૃક્ષારોપણ.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ચાલી રહેલા મારી માટી, મારો દેશ અભિયાનનું આ ચરણ વડોદરા જિલ્લામાં અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આજે પાંચ તાલુકા મથકો પાદરા, શીનોર, સાવલી, વાઘોડિયા અને કરજણ ખાતે મારી માટી, મારા દેશના તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કરજણ ખાતે ધારાસભ્ય શ્રી અક્ષયભાઇ પટેલ અને કલેક્ટર શ્રી અતુલ ગોર ઉપસ્થિત રહ્યા હતા.
ઉક્ત મહાનુભાવ સાથે અગ્રણી શ્રી સતિષભાઇ પટેલ દ્વારા કરજણ તાલુકા પંચાયત પરિસરમાં નિર્માણ પામનારી વસુધા વાટિકામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે આઝાદીના લડવૈયાઓને યશોચિત સન્માન આપવા માટે નિર્માણ કરવામાં આવેલા શીલાફલકમનું અનાવરણ પણ કરાયું હતું.
સ્વતંત્રતાના સંગ્રામમાં કરજણ તાલુકામાં બનેલા એક પ્રસંગનું સ્મરણ કરતા ધારાસભ્ય શ્રી અક્ષયભાઇ પટેલે જણાવ્યું કે, કરજણમાં અંબાલાલ ગાંધી સહિતના સેનાનીઓ દ્વારા રેલ્વેના પાટા ઉખાડી નાખી અંગ્રેજોના સૈન્યની ટ્રેન આગળ ના વધી શકે એવું સાહસ કરવામાં આવ્યું હતું. આ સૈન્ય આઝાદીના આંદોલનને કચડવા માટે જવાનું હતું. આજે આવા અનેક સેનાનીઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સન્માન આપવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, મારી માટી, મારો દેશ કાર્યક્રમ એ લોકોમાં સ્વતંત્રતાનું મહાત્મ્ય સ્થાપિત કરવાનો અવસર છે. એટલે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાગરિકોમાંથી ગુલામીની માનસિક્તા ખત્મ કરવા પ્રણ લેવડાવે છે. વડોદરા જિલ્લામાં આ અભિયાનમાં નાગરિકોએ સ્વયંભૂ જોડાઇને સફળ બનાવ્યો છે.
કલેક્ટર શ્રી અતુલ ગોરે મારી માટી, મારો દેશ અંતર્ગત કરજણ તાલુકા સેવા સદન ખાતે નિર્માણ પામનારી વસુધા વાટિકામાં રોપયેલા વૃક્ષોનું જતન કરવાનું આહ્વાન કરતા કહ્યું કે, પ્રકૃત્તિનું જતન કરવાની આપણા સૌની જવાબદારી છે. એટલે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગામે ગામ વસુધા વાટિકાના નિર્માણનો આપણને સૌને સંકલ્પ આપ્યો છે. વડોદરા જિલ્લામાં આ મહાકાર્ય સુંદર રીતે કરવામાં આવ્યું છે. ત્યારે નાગરિકો આગળ આવી વૃક્ષોનું જતન કરવાનું ઉત્તરદાયિત્વ વહન કરે તો લોકોમાં આ બાબતે જાગૃતિ આવશે.
આ તકે મહાનુભાવો દ્વારા કરજણ તાલુકાના સ્વાતંત્ર્ય સેનાઓના પરિવારજનો, સેનાના નિવૃત્ત જવાનો સહિત ૨૦ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી અંબાલાલ ગાંધીના પરિવારજનોનો પણ સમાવેશ થાય છે.ધારાસભ્યશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સૌએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સન્માન આપ્યું હતું. નાગરિકોએ હાથમાં માટી રાખીને પંચપ્રણ લીધા હતા. આ વેળાએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સદસ્યો, પ્રાંત અધિકારી શ્રી આશીષ મયાત્રા, તાલુકા વિકાસ અધિકારી સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.