અસા-માલસર બ્રિજ માં પ્રજાના ટેક્ષના રૂ.225 કરોડ ખર્ચાયા છે તો બ્રિજ સત્વરે ચાલુ કરવા નર્મદા કલેકટર ને રજૂઆત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક જાગૃત નાગરિક કલ્પેશ.જી. દેસાઈએ નર્મદા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી.
રાજપીપળા : ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક જાગૃત નાગરિક કલ્પેશ.જી. દેસાઈ એ નર્મદા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા જણાવ્યું હતું કે અસા- માલસર બ્રિજનું કામ સંપુર્ણ ટેસ્ટીંગ સાથે પુર્ણ થયું છે પરંતુ નર્મદા જીલ્લાના વરાછા ગામે ડામર રોડની પહોળાઈ કરવા જતા ખેડુતોની જમીન સંપાદન અંગે ખેડુતોને વળતર નહિ મળતા આ અંગે પ્રશ્ન ઉપસ્થિત થયા હતા.ત્યારે નર્મદા જીલ્લાના સ્ટેટના અધિકારીઓ જમીન સંપાદન અંગે જમીનના વળતરના રૂપિયા ખેડુતોને મળે એ અંગે સમજ ખેડુતો અને સરકાર વચ્ચે સમજૂતી થઈ હતી હવે સરકાર પ્રજાના હિત માટે વહેલામાં વેહલી તકે આ અસા- માલસર બ્રિજનું ઓપનિંગ કરી ખુલ્લો મુકે એવી અસા નાવરા તથા શિનોર તરફના ખેડૂતોની માગણી છે.
આ બ્રિજ ઔપનિંગ કરવા માટે ટેકનિકલ કોઈ પ્રશ્ન હોય તો ફોર વ્હીલ ગાડી અને બાઈકનો વ્યવહાર તાત્કાલિક ધોરણે ચાલુ કરો એવી પણ માગણી કરાઇ છે.જેમાં ખાસ કરીને આરોગ્ય અને શૈક્ષણિક સુવિધા માલસરથી 7 કીમી ફોફડિયા ગામે અને કલ્લા ગામે બાળકો નાવડી દ્વારા અત્યાર સુધી જતાં હોય હવે આ બ્રીજનું કામ પુર્ણ થયુ છે તો લોકોનો સમય અને દેશનુ ઈંધણ બચે છે.
આ બ્રિજ પ્રજાના ટેક્ષના 225 કરોડ રૂપિયા જીલ્લાની સુવિધાઓ માટે સરકારે વાપર્યા હોય તો પાણેથી તથા નાવરાં વિભાગ અને કરજણ તાલુકાના લોકોની લાગણી અને માગણીને ધ્યાને રાખી આ અંગે ઘટતુ કરવા નર્મદા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.