સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વાસદ ખાતે ૨૭મો વાર્ષિકોત્સવ ઉજવાયો
સમારંભના મુખ્ય અતિથિ તરીકે શ્રી રામાકૃષ્ણન કોડોમારતી ( હેડ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ. ) તેમજ અતિથિ વિશેષ તરીકે આર્કિટેકટ રશ્મી દવેઢ (ભૂતપૂર્વ આચાર્ય આર્કિટેક્ચર કોલેજ) ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વાસદ ખાતે ૨૬મોં વાર્ષિકોત્સવ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. સમારંભના મુખ્ય અતિથિ તરીકે શ્રી રામાકૃષ્ણન કોડોમારતી ( હેડ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ. ) તેમજ અતિથિ વિશેષ તરીકે આર્કિટેકટ રશ્મી દવેઢ (ભૂતપૂર્વ આચાર્ય આર્કિટેક્ચર કોલેજ) ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો શુભારંભ આમંત્રિત મહેમાનના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો. ડૉ. જે એમ મિસ્ત્રી (વાઇસ પ્રેસિડન્ટ સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટી) દ્વારા મુખ્ય મહેમાનો નું પરિચય આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યો હતો ત્યાર પછી સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટીના હોદ્દેદારો દ્વારા મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આચાર્ય ડૉ. ડી પી સોની દ્વારા કોલેજની વિવિધ પ્રવૃત્તિઓ નો અહેવાલ રજૂ કર્યો હતો .જેમાં જી.ટી.યુ.ની વિવિધ સેમીસ્ટરની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ એ મેળવેલ ઉચ્ચ સિદ્ધિઓ વિશેષ ધ્યાન આકર્ષે તેવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમ્યાન અલગ અલગ ગતિ વિધિઓમાં અને સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી.વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપનાર સરકારી તેમજ અન્ય સંસ્થાઓનો આભાર માનવામાં આવ્યો હતો.
શ્રી રામાકૃષ્ણન કોડોમારતી ( હેડ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ. )પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે “ વિદ્યાર્થી તરીકે તમારો રોલ શું છે? તમારો રોજ શું હોઈ શકે અને શું હોવો જોઈએ દેશના વિકાસમાં અને સમાજના વિકાસમાં તમે કઈ રીતે મદદરૂપ થઈ શકો છો તે જોવાનું છે આવનાર યુગમાં AI નો રોલ શું હોઈ શકે તે વિશે જણાવ્યું હતું. AI નો મહત્તમ સકારાત્મક ઉપયોગ કઈ રીતે થઈ શકે કે જેથી કરીને સમાજનો ઉત્થાન થઈ શકે તે આજના
યુવાનોના હાથમાં છે.”
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી