એમઇએઆઈ-અમદાવાદ ચેપ્ટરનાં 28મા સ્થાપના દિવસની ઉજવણી થઈ
અમદાવાદ ચેપ્ટર ઓફ ધ માઇનિંગ એન્જિનીયર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (MEAI)એ 14 જૂન, 2024નાં રોજ એનો 28મો સ્થાપન દિવસ ઉજવ્યો હતો.
અમદાવાદ : અમદાવાદ ચેપ્ટર ઓફ ધ માઇનિંગ એન્જિનીયર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (MEAI)એ 14 જૂન, 2024નાં રોજ એનો 28મો સ્થાપન દિવસ ઉજવ્યો હતો. 1997માં સ્થાપિત એમઇએઆઈનાં અમદાવાદ ચેપ્ટરે 27 વર્ષની સીમાચિહ્ન સફર પૂર્ણ કરી છે અને ખાણખનીજ ક્ષેત્રમાં માપદંડો સ્થાપિત કર્યા છે.
આ સત્ર પર વાર્ષિક પરંપરાને જાળવીને સ્મૃતિ વ્યાખ્યાનમાં ભારત સરકારનાં નીતિ આયોગનાં સલાહકાર (ઊર્જા) શ્રી રાજનાથ રામે ચેપ્ટરનાં સ્થાપક ચેરમેન સ્વ. શ્રી બી કે અનિતાને શ્રદ્ધાસુમન આપતું લેક્ચર આપ્યું હતું. આ પ્રસંગે એમઇએઆઈનાં પ્રમુખ શ્રી એસ એન માથુર, એમઇએઆઈ ઉપપ્રમુખ (III) શ્રી એલ એસ શેખાવત અને અમદાવાદ ચેપ્ટરનાં ચેરમેન શ્રી સ્વાગત રે તેમજ અન્ય સરકારી અધિકારીઓ, હિતધારકો અને એમઇએઆઈ પરિષદનાં સભ્યો ઉપસ્થિત હતાં.
સ્મૃતિ વ્યાખ્યાન પછી મહત્વપૂર્ણ ખનીજો અને ખાણ ઉદ્યોગમાં એઆઈની ઉપયોગિતા પર કેન્દ્રિત એક ટેકનિકલ સત્રનું આયોજન થયું હતું. આ સત્રનો ઉદ્દેશ આ ક્ષેત્રોમાં અદ્યતન જાણકારી અને પ્રગતિ વિશે વ્યવસાયિકોને માર્ગદર્શન આપવાનો હતો, જેથી તેઓ ઔદ્યોગિક પ્રવાહો અને નવીનતાઓમાં આગળ રહે.
એમઇએઆઈનાં પ્રેસિડન્ટ શ્રી એસ એન માથુરે તેમનાં સંબોધનમાં એમઇએઆઈ સમગ્ર દેશમાં ખાણખનીજ ક્ષેત્રમાં કાર્યરત તમામ વ્યવસાયિકોને સેમિનારો, વર્કશોપ, તાલીમસત્રો અને અન્ય કાર્યક્રમો મારફતે તેમની જાણકારી અને કુશળતાઓ વધારવા કેવી રીતે મદદ કરે છે એનો ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે અમદાવાદ ચેપ્ટરનાં ચેરમેન શ્રી સ્વાગત રેએ કહ્યું હતું કે, “આ ઉજવણી ખાણખનીજ ઉદ્યોગ અને સમાજ પર સકારાત્મક અસર કરવાની કટિબદ્ધતાની છે. શ્રેષ્ઠ રીતો, પર્યાવરણલક્ષી નેતૃત્વ અને સલામતીનાં ધારાધોરણોમાં મોખરી રહીને અમે ખાણખનીજની કામગીરીઓ માટે વધારે જવાબદાર અને કાર્યદક્ષ ભવિષ્યને આકાર આપવાની ધારણા ધરાવીએ છીએ.”
સ્મૃતિ વ્યાખ્યાન અને ટેકનિકલ સત્ર પછી અમદાવાદ ચેપ્ટરની 28મી સાધારણ વાર્ષિક સભા યોજાઈ હતી, જેમાં ચેપ્ટરનાં વાર્ષિક પુરસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી