ગુજરાતના 3 અધ્યાપકોને ટેકનિકલ અને હાયર એજ્યુકેશનનો 'નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ 2023' એનાયત કરવામાં આવશે
ગાંધીનગર આઈઆઈટીના પ્રોફેસર ઇન્દ્રનાથ સેનગુપ્તા અને ગાંધીનગર ઇડીઆઇના ડો. સત્ય રંજન આચાર્યએ પણ નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ 2023 જીત્યો, ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદના ઝંખના મહેતા સહિત કુલ 3 અધ્યાપકોએ રાજ્યનું નામ રોશન કર્યું.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતા ટીચર્સ નેશનલ એવોર્ડમાં આ વર્ષે ટેકનિકલ અને હાયર
એજ્યુકેશન એવોર્ડમાં 3 ગુજરાતી અધ્યાપકોને વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. શિક્ષકદિન પૂર્વે ગુજરાતના ત્રણ અધ્યાપકોએ આ સિદ્ધિ પ્રાપ્ત કરીને
રાષ્ટ્ર કક્ષાએ રાજ્યનું નામ રોશન કર્યું છે.
અમદાવાદના આંબાવાડી ખાતે સરકારી પોલીટેકનિકમાં લેકચરર તરીકે ફરજ બજાવતા શ્રી ઝંખના મહેતા, આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર
ઇન્દ્રનાથ સેનગુપ્તા અને ગાંધીનગર ઇડીઆઇ(એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા)ના પ્રોફેસર ડો. સત્ય રંજન આચાર્યને શિક્ષક દિન (5 મી સપ્ટેમ્બર)ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ બહુમાન બદલ ત્રણેય અધ્યાપકોને ભારત સરકાર દ્વારા પ્રમાણપત્ર, ₹50,000 નો કેશ રિવોર્ડ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા હવે આઈટીઆઈ, પોલીટેકનિક, નેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સહિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના ટેકનિકલ અને હાયર એજ્યુકેશન સાથે સંકળાયેલા પ્રોફેસર અને લેક્ચરરને પણ 'નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ'
આપવામાં આવે છે.
શિક્ષકો અને અધ્યાપકોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે દેશના શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી કરવાનો
અને એવા શિક્ષકો અને અધ્યાપકોનું સન્માન કરવાનો છે જેમણે તેમની પ્રતિબદ્ધતા અને મહેનત દ્વારા માત્ર શિક્ષણની ગુણવત્તામાં સુધારો જ નથી કર્યો, પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુરુવારે અમદાવાદમાં છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં હાજરી આપીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "એક ભારત-શ્રેષ્ઠ ભારત"ના વિઝનના મૂર્ત સ્વરૂપ તરીકે ઉજવણીની પ્રશંસા કરી હતી.
વીરપુર, સુપ્રસિદ્ધ યાત્રાધામ, સંત જલારામ બાપાની 225મી જન્મજયંતિ શુક્રવાર, 8મી નવેમ્બરના રોજ ભવ્ય રીતે ઉજવવા માટે તૈયાર છે. ગામ પહેલેથી જ રંગબેરંગી રોશનીથી શણગારેલું છે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરીને પાન-મસાલા ખાનારા અને જાહેર રસ્તાઓ પર થૂંકનારા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
Haier Vogue series: કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ મેન્યુફેક્ચરિંગ કંપની હાયરએ ભારતમાં ડીઓ ફ્રેશ ટેક્નોલોજી સાથે રેફ્રિજરેટર્સની નવી પ્રીમિયમ વોગ સિરીઝ લોન્ચ કરી છે. આ ફ્રિજની ખાસ વાત એ છે કે તેમાં રાખેલો સામાન 21 દિવસ સુધી બગડતો નથી.