અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ સહિત 3 ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે
ઉત્તર રેલવે લખનઉ મંડળમાં જૌનપુર-જફરાબાદ-જૌનપુર સિટી સેક્શનમાં નોન ઈન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ, કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. વિગતો માટે આવો જાણીએ.
ઉત્તર રેલવે લખનઉ મંડળમાં જૌનપુર-જફરાબાદ-જૌનપુર સિટી સેક્શનમાં નોન ઈન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ, કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો આ મુજબ છેઃ
1. 16, 17, 19, 21, 23, 24 અને 26 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ લખનઉ-અયોધ્યા કેન્ટ-જફરાબાદ-વારાણસી ને બદલે પરિવર્તિત માર્ગ વાયા લખનઉ-પ્રતાપગઢ-વારાણસી ના રસ્તે ચાલશે.
2. 18 અને 25 ઓક્ટોબર 2023 ના રોજ કામાખ્યા થી ચાલતી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વારાણસી-જફરાબાદ-અયોધ્યા કેન્ટ-લખનઉ ને બદલે વારાણસી-પ્રતાપગઢ-લખનઉ ના રસ્તે ચાલશે.
3. 16 અને 23 ઓક્ટોબર 2023 ના રોજ ગુવાહાટી થી ચાલતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વારાણસી-જફરાબાદ-અયોધ્યા કેન્ટ-લખનઉ ને બદલે વારાણસી-પ્રતાપગઢ-લખનઉ ના રસ્તે ચાલશે.
ટ્રેનોના રોકાણ, માર્ગ, સમય અને સંરચના ના સંબંધમાં વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.