અમેરિકાના શિકાગો એરપોર્ટ પર એર ઈન્ડિયાના 300 મુસાફરો ફસાયા, ટેકનિકલ કારણોસર ફ્લાઇટ રદ
એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્લાઇટ નંબર AI-126 ટેકનિકલ કારણોસર રદ કરવી પડી હતી. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત મુસાફરોને તમામ મદદ પૂરી પાડવામાં આવી છે અને તેમને વૈકલ્પિક ફ્લાઇટ્સ પર મોકલવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક્નિકલ કારણોસર રદ્દ થયા બાદ મંગળવારથી એરલાઈનના લગભગ 300 મુસાફરો શિકાગો એરપોર્ટ પર ફસાયેલા છે. કેટલાક મુસાફરોએ ફરિયાદ કરી હતી કે તેઓ હજુ પણ જાણતા નથી કે તેઓ ક્યારે દિલ્હી જઈ શકશે.એર ઈન્ડિયાની ફ્લાઈટ મંગળવારે યુએસ સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શિકાગો ઈન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થવાની હતી અને બુધવારે બપોરે 2.20 વાગ્યે દિલ્હી પહોંચવાની હતી.
અસરગ્રસ્ત મુસાફરોને તમામ મદદ આપવામાં આવી: એર ઈન્ડિયા
મુસાફરો લગભગ 24 કલાકથી રાહ જોઈ રહ્યા છે અને હજુ પણ એરલાઈન્સ પાસે અમને આપવા માટે કોઈ જવાબ નથી, આ ફ્લાઈટમાં બુકિંગ કરાવનાર પેસેન્જર ગોપાલ કૃષ્ણ સોલંકી રાધાસ્વામીએ બુધવારે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્લાઇટ નંબર AI-126ને ટેકનિકલ કારણોસર રદ કરવી પડી હતી. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત મુસાફરોને તમામ મદદ પૂરી પાડવામાં આવી છે અને તેમને વૈકલ્પિક ફ્લાઇટ્સ પર મોકલવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમારા મુસાફરોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.
ટેક્નિકલ કારણોસર બે દિવસમાં એર ઈન્ડિયાની ત્રણ ફ્લાઈટ પ્રભાવિત થઈ છે
છેલ્લા બે દિવસમાં એર ઈન્ડિયાની ત્રણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ટેક્નિકલ કારણોસર પ્રભાવિત થઈ છે. સૂત્રોએ જણાવ્યું કે શિકાગોથી દિલ્હીની ફ્લાઈટ સિવાય મંગળવારે વેનકુવરથી દિલ્હીની ફ્લાઈટ પણ કેન્સલ કરવી પડી હતી. બંને ફ્લાઈટ્સ બોઈંગ-777 એરક્રાફ્ટ દ્વારા ઓપરેટ થવાની હતી.
બુધવારે પણ ટેક્નિકલ કારણોસર પેરિસના એરપોર્ટ પર એક પ્લેનને ગ્રાઉન્ડ કરવું પડ્યું હતું. પેરિસથી દિલ્હીની ફ્લાઈટ આ એરક્રાફ્ટ દ્વારા ઓપરેટ થવાની હતી.
પ્રધાનમંત્રીએ સરસ્વતી વિદ્યા નિકેતન શાળાની મુલાકાત લીધી હતી, ભારત-ગુયાના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસોમાં સ્વામી અક્ષરાનંદજીના કાર્યની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉનમાં સ્ટેટ હાઉસ ખાતે મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે મુલાકાત કરી હતી. સ્ટેટ હાઉસ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ અલીએ તેમનું સ્વાગત કર્યું અને તેમણે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
જો તમે વિદેશમાં ભણવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. એક તરફ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ તેમના વિઝા અને ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીના દરવાજા ખુલ્લા કરી દીધા છે તો બીજી તરફ ન્યૂઝીલેન્ડે સ્ટડી વર્ક વિઝાના નિયમોમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે.