360 વન વેલ્થે હાઇ-નેટવર્થ બિઝનેસના સીઇઓ તરીકે સથીશ ક્રિશ્નમૂર્થિની નિયુક્તિ કરી
ભારતની અગ્રણી વેલ્થ મેનેજમેન્ટ ફર્મ્સમાં સ્થાન પામતી 360 વન વેલ્થે તેનાં હાઇ નેટવર્થ બિઝનેસના સીઇઓ
તરીકે સથીશ ક્રિશ્નમૂર્થિની નિયુક્તિની જાહેરાત કરી છે. હાઇ નેટવર્થ સેગમેન્ટ માટેનાં ડિજિટલ-લક્ષી વેલ્થ
મેનેજમેન્ટ વિભાગમાં સથીશ પોતાની ભૂમિકામાં વ્યૂહાત્મક બિઝનેસ, ડિસ્ટ્રિબ્યુશન, પ્રોડક્ટ સ્ટેક, પ્લેટફોર્મ અને
ક્લાયન્ટ સેગમેન્ટમાં વૃધ્ધિ કરવાનું કામ કરશે.
મુંબઇ : ભારતની અગ્રણી વેલ્થ મેનેજમેન્ટ ફર્મ્સમાં સ્થાન પામતી 360 વન વેલ્થે તેનાં હાઇ નેટવર્થ બિઝનેસના સીઇઓ
તરીકે સથીશ ક્રિશ્નમૂર્થિની નિયુક્તિની જાહેરાત કરી છે. હાઇ નેટવર્થ સેગમેન્ટ માટેનાં ડિજિટલ-લક્ષી વેલ્થ મેનેજમેન્ટ વિભાગમાં સથીશ પોતાની ભૂમિકામાં વ્યૂહાત્મક બિઝનેસ, ડિસ્ટ્રિબ્યુશન, પ્રોડક્ટ સ્ટેક, પ્લેટફોર્મ અને ક્લાયન્ટ સેગમેન્ટમાં વૃધ્ધિ કરવાનું કામ કરશે. કંપનીએ આ સેગમેન્ટની બદલાતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે પ્રપોઝીશન ડેવલપમેન્ટ, ટેકનોલોજી ઇન્ટીગ્રેશન અને ડિલિવરી મોડલમાં હરણફાળ પ્રગતિ હાંસલ કરી છે.
એક દાયકાથી પણ વધુ સમયથી 360 વન વેલ્થ સાથે કામ કરી રહેલા પારિનાઝ વકીલને સથીશનાં વડપણ હેઠળનાં હાઇ નેટવર્થ બિઝનેસ માટે ડિજિટલ પ્રોડક્ટ્સ હેડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ક્લાયન્ટ અને રિલેશનશીપ મેનેજર તરીકે ડિજિટલ પ્રોગ્રામ્સ વિક્સાવવાની સાથે સાથે ફેમિલી ઓફિસ અને ક્લાયન્ટ એનાલિટિક્સ ટીમની આગેવાનીનો વિશાળ અનુભવ ધરાવે છે. નવી ટીમમાં જીતેન્દ્ર ચાંદવાની, ડિરેક્ટર પ્રેક્ટિસ હેડનો સમાવેશ થાય છે.
જેઓ પાંચ વર્ષથી 360 વન વેલ્થ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તાજેતરમાં સીટીઓ તરીકે જોડાયેલા ભુષણ સોનકુસારે ટેક ટ્રાન્સફોર્મેશન અને પ્લેટફોર્મ એન્જિનિયરીંગને આગળ ધપાવી રહ્યા છે. 360 વન વેલ્થમાં જોડાયા તે પહેલાં સથીશે એક્સિસ બેન્કની બ્રાન્ડ્સ લોંચ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ધનિકો તથા પ્રાઇવેટ બેન્કિંગ ક્લાયન્ટ્સને સેવા પૂરી પાડતા હતા. એક્સિસ બેન્ક પહેલાં સથીશે સિટિબેન્કમાં કામ કર્યું હતું, જેમાં તેમણે વિવિધ વિસ્તારમાં કામ કર્યું હતું. તેમણે સિટિબેન્કની ધનિકો માટેની ફ્લેગશિપ બ્રાન્ડ સિટિગોલ્ડનું પણ વડપણ સંભાળ્યું હતું, જ્યાં તેમણે સિટિગોલ્ડ પ્રાઇવેટ ક્લાયન્ટ (CPC)ના લોંચિંગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.