360 વન એસેટે 2130 કરોડનું ભંડોળ એકત્ર કરીને અત્યાર સુધીનાં સૌથી મોટા પ્રાઇવેટ ક્રેડિટ ફન્ડનાં ક્લોઝરની જાહેરાત કરી
ભારતની અગ્રણી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઇડર વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ આઇઆઇએફએલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે જાણીતી) એ આજે તેનાં ચોથા પ્રાઇવેટ ક્રેડિટ ફન્ડનાં સફળ ક્લોઝરની જાહેરાત કરી છે. રૂ. 2130 કરોડનું આ ફન્ડ ફર્મનું અત્યાર સુધીનું સૌથી મોટું ક્રેડિટ ફન્ડ છે અને તેનાં અગાઉનાં ફન્ડ કરતાં બમણાં કદનું છે.
ભારતની અગ્રણી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઇડર વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ આઇઆઇએફએલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે જાણીતી) એ આજે તેનાં ચોથા પ્રાઇવેટ ક્રેડિટ ફન્ડનાં સફળ ક્લોઝરની જાહેરાત કરી છે. રૂ. 2130 કરોડનું આ ફન્ડ ફર્મનું અત્યાર સુધીનું સૌથી મોટું ક્રેડિટ ફન્ડ છે અને તેનાં અગાઉનાં ફન્ડ કરતાં બમણાં કદનું છે. ગ્રીન શુ ઓપ્શન સાથે રૂ. 1500 કરોડનાં લક્ષ્યાંકિત ભંડોળ આ ફન્ડ લોંચ કરવામાં આવ્યું હતું. જો કે, ખાનગી ધિરાણ ક્ષેત્રમાં રોકાણકારોનાં વધતા જતા રસ અને 360 વન એસેટનાં સતત સારા ટ્રેક રેકોર્ડને કારણે ભંડોળનાં મૂળ લક્ષ્ય કરતાં 1.5 ગણું કલેક્શન કરી શકાયું છે. આ ભંડોળ એકત્રીકરણમાં કોર્પોરેટ ટ્રેઝરીસ, ફેમિલી ઓફિસિસ, હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (HNIs) અને સ્થાનિક નાણા સંસ્થાઓએ ભાગ લીધો હતો.
આ ફન્ડ સેક્ટર-એગ્નોસ્ટિક (વૈવિધ્યપૂર્ણે સેક્ટર સાથે સંકળાયેલું) છે અને ગ્રાહકોને ફ્લેક્સિબલ, બિસ્પોક સિક્યોર્ડ ક્રેડિટ સોલ્યુશન્સ પૂરાં પાડવા તેની ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી છે. તે સ્થાપિત અને સારું રેટિંગ ધરાવતા કોર્પોરેટ્સ અને સારો ટ્રેક રેકોર્ડ અને ઓપરેટિંગ ઇતિહાસ ધરાવતી નાણા સંસ્થાઓને ધિરાણ મૂડી પૂરી પાડવા પર ભાર મૂકે છે. આ ફન્ડે વૈવિધ્યપૂર્ણ સેક્ટર્સમાં નોંધપાત્ર રકમ ઠાલવી છે અને વધુ રોકાણની યોજના છે. આ ફન્ડનાં ક્લોઝર સાથે 360 વન એસેટ હેઠળની પ્રાઇવેટ ક્રેડિટ સ્ટ્રેટેજીની એયુએમ એક અબજ ડોલરની નજીક પહોંચી ગઈ છે અને FY24માં આ સીમાચિહ્ન હાંસલ કરવાનો લક્ષ્ય છે.
360 વન WAM લિમિટેડના સ્થાપક, એમડી અને સીઇઓ કરણ ભગતે જણાવ્યું હતું કે, “રોકાણકારોનાં મજબૂત સેન્ટિમેન્ટને કારણે ભારત-કેન્દ્રીત ફન્ડ્સમાં વિક્રમ ફન્ડરેઇઝિંગ થયું છે અને 360 વન એસેટે તેનાં ચોથા પ્રાઇવેટ ક્રેડિટ ફન્ડનાં ક્લોઝિંગમાં મેળવેલી સફળતા ભારતનાં ખાનગી ધિરાણ ઇતિહાસનાં લાબાં ગાળાનાં વચન, પ્રાઇવેટ ક્રેડિટ એસેટ ક્લાસમાં અમારા મજબૂત ટ્રેક રેકોર્ડ અને અમારી અનુભવી ફન્ડ ટીમને પ્રતિપાદિત કરે છે. અમે ભારતમાં વૃધ્ધિ પામી રહેલાં ખાનગી ધિરાણ ક્ષેત્રથી રોમાંચિત છીએ અને ફર્મ તરીકે આ બજારમાં રહેલી તકોનો લાભ લેવા સજ્જ
છીએ.”
360 વન એસેટના સીઆઇઓ અને હેડ, પ્રાઇવેટ ક્રેડિટ, આકાશ દેસાઇએ જણાવ્યું હતું કે, “ભારતમાં પ્રાઇવેટ ક્રેડિટ એસેટ ક્લાસ આકર્ષક બની રહ્યો છે અને નોંધપાત્ર ટ્રેક્શન જોઈ રહ્યો છે કારણ કે તે સ્થિતિસ્થાપક એસેટ ક્લાસ છે, જે બીસ્પોક રોકાણની તકો, મહત્તમ પોર્ટફોલિયો વૈવિધ્યીકરણની તક પૂરી પાડે છે અને રિસ્ક એડજસ્ટેડ રિટર્ન વધારે છે. અમે સારી કામગીરી કરી રહેલાં ખાનગી ધિરાણ ક્ષેત્રમાં ચોથા ફન્ડનાં ક્લોઝરની જાહેરાત કરતાં ખુશી અનુભવીએ છીએ. અમે અમારો વ્યાપ અને પ્રોડક્ટ ઓફર વધારી રહ્યા છીએ ત્યારે અમે આ એસેટ ક્લાસમાં અમારી લીડરશીપ પોઝિશન જાળવી રાખવા માટે આશાવાદી છીએ.”
આજના ઉછાળામાં બજારમાં લિસ્ટેડ મોટાભાગની કંપનીઓના શેર ઉછાળા સાથે બંધ થયા હતા. તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે શુક્રવારે પણ બજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું હતું.
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો બાદ શેરબજારે સપ્તાહની ઉંચી નોંધ પર શરૂઆત કરી હતી. બંને મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, પ્રભાવશાળી લાભો સાથે દિવસની શરૂઆત કરી
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.