ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 397 દર્દીઓ નોંધાયા
ગુજરાત રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા કુલ 1992 જ્યારે 04 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 397 કેસ નોંધાયા છે. જ્યારે 350 દર્દીઓ સાજા થયાં છે.આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ અને મહેસાણામાં એક એક દર્દીનું મોત નિપજ્યું છે. આજે અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 139 કેસ નોંધાયા છે.
અમદાવાદ જિલ્લામાં કોરોનના સૌથી વધુ 139 કેસ નોંધાયા છે. મહેસાણામાં 46, વડોદરા જિલ્લામાં 38, સુરત જિલ્લામાં 41, રાજકોટ જિલ્લામાં 13, ગાંધીનગર જિલ્લામાં 7, વલસાડમાં 20, મોરબીમાં 16, સાબરકાંઠામાં 16, આણંદમાં 9, ભરૂચમાં 9, અમરેલીમાં 8, બનાસકાંઠામાં 6, પાટણમાં 5, નવસારીમાં 4, ભાવનગર જિલ્લામાં 4, દાહોદમાં 3, પંચમહાલમાં 3, જામનગરમાં 2, પોરબંદરમાં 2, સુરેન્દ્રનગરમાં 2, ગીર સોમનાથ 1, ખેડામાં 1, કચ્છમાં 1 અને મહિસાગરમાં 1 કેસ નોંધાયો છે.
અમદાવાદમાં સતત ચોથા દિવસે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તે ઉપરાંત મહેસાણામાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11065 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1992 એક્ટિવ કેસ છે. 04 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1988 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા થઈ ગયો છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી