ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બિનખેતીની ૪,૧૧૫ અરજીઓ મંજૂર કરાઈ : મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
મંત્રી રાજપૂતે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં બિનખેતી-NA માટે કુલ ૯,૬૩૨ અરજીઓ આવી હતી જે પૈકી ગાંધીનગર તાલુકાની ૨,૩૩૪, દહેગામ તાલુકાની ૩૪૪, કલોલની ૧,૧૫૯ તેમજ માણસા તાલુકામાં ૨૭૮ એમ કુલ ૪,૧૧૫ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ સિવાયની અરજીઓ પૂરતા પ્રમાણમાં જરૂરી પુરાવા- કાગળો ન હોવાથી દફતરે કરવામાં આવી છે તેમ, મંત્રી રાજપૂતે ઉમેર્યું હતું.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.
ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને, મેળામાં સુરક્ષા માટે કરવામાં આવતા સીસીટીવી મોનિટરિંગની માહિતી મેળવી: જૂનાગઢ પોલીસની ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયંત્રણ માટેની કામગીરીને બિરદાવી.