ગ્રાન્ટ ઇન એઇડ આશ્રમ શાળાઓના ૪૨૧ શિક્ષકોને આદિજાતિ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા
આદિજાતિ વિદ્યાર્થીઓના વધુને વધુ શૈક્ષણિક વિકાસ માટે આવનાર સમયમાં રાજ્યની આશ્રમશાળાઓના શિક્ષણની ગુણવત્તા અને સુવિધાઓના આધારે વિવિધ ગ્રેડ આપવાનો પ્રારંભ કરવામાં આવશે. દેશની મોટામાં મોટી કોઈ સંપતિ હોય તો તે શિક્ષણ છે. તમામને શિક્ષણના ‘મૌલિક અધિકારને’ ચરિતાર્થ કરવા આદિવાસી વિસ્તારોમાં વર્ષ ૧૯૫૩-૫૪માં આશ્રમશાળાઓ શરૂ કરવામાં આવી હતી.
આદિજાતિ વિદ્યાર્થીઓના વધુને વધુ શૈક્ષણિક વિકાસ માટે આવનાર સમયમાં રાજ્યની આશ્રમશાળાઓના શિક્ષણની ગુણવત્તા અને સુવિધાઓના આધારે વિવિધ ગ્રેડ આપવાનો પ્રારંભ કરવામાં આવશે. દેશની મોટામાં મોટી કોઈ સંપતિ હોય તો તે શિક્ષણ છે. તમામને શિક્ષણના ‘મૌલિક અધિકારને’ ચરિતાર્થ કરવા આદિવાસી વિસ્તારોમાં વર્ષ ૧૯૫૩-૫૪માં આશ્રમશાળાઓ શરૂ કરવામાં આવી હતી. આ શિક્ષણ યજ્ઞને આગળ વધારવા આજે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આશ્રમ શાળાઓમાં મોટા પ્રમાણમાં વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે તેમ, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું.
આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના હસ્તે આજે ગુજરાત નેશનલ લૉ. યુનિવર્સિટી-GNLU ગાંધીનગર ખાતે રાજ્યની કુલ ૬૬૧ પૈકી ૩૩૨ ગ્રાન્ટ ઇન એઇડ આશ્રમશાળાઓમાં કુલ ૪૨૧ વિદ્યા સહાયકો અને શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈએ સરસ્વતીના સાધક એવા શિક્ષકોને આવકારતાં કહ્યું હતું કે આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓનું શિક્ષણના માધ્યમથી વધુને વધુ ઘડતર કરવાની જવાબદારી આપ સૌની છે. વ્યક્તિ ઘડતર થકી જ સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું ભગીરથ કાર્ય થતું હોય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રને ચરિતાર્થ કરવા સમાજને વધુને વધુ શિક્ષિત બનાવવો જરૂરી છે. રાજ્યમાં જે આશ્રમશાળાઓ સો ટકા પરિણામ લાવે છે તેના પરથી અન્ય શાળાઓએ પણ પ્રેરણા લેવી જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિસ્તારની શૈક્ષણિક સંસ્થાને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે ત્યારે વધુને વધુ ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવું તે આપણા સૌની નૈતિક જવાબદારી છે. અત્યારે શિક્ષણની સાથે ટેકનોલોજીનું શિક્ષણ પણ એટલું જ જરૂરી છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ભારતમાં વર્ષો બાદ નવી શિક્ષણ નીતિ-૨૦૨૦નો સફળ અમલ કરવામાં આવી રહ્યો છે. આ નવી શિક્ષણ નીતિમાં કૌશલ્યલક્ષી અને વ્યવસાયલક્ષી શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. માત્ર ટકાવારી કે ગુણ નહીં પણ બાળકોમાં રહેલી વિશેષ શક્તિઓ બહાર લાવવામાં આ નવી શિક્ષણ નીતિ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. શિક્ષક એક કર્મચારી નહી પણ રાષ્ટ્રનો શિલ્પી છે તે આપણે સૌએ સાથે મળીને ચરિતાર્થ કરવાનું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના આદિજાતિના ૧૪ જિલ્લાઓમાં ધોરણ ૧૧-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સરકાર દ્વારા NEET અને JEEનું કોચિંગ આપવામાં આવતું હોવાના પરિણામે હવે આદિજાતિ કોટાની મેડિકલ તમામ બેઠકો ભરાતી થઈ છે. આગામી સમયમાં ગુજરાતની શ્રેષ્ઠ આશ્રમશાળાઓમાં જરૂરિયાત મુજબ સાયન્સ ફેકલ્ટી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે આદિજાતિ સમાજ મુખ્ય ધારામાં આવીને વધુને વધુ વિકાસ કરી શકશે. આદિવાસી સમાજને તમામ પ્રકારના હક્કો- અધિકારો આપવા રાજ્ય સરકાર હંમેશા તત્પર છે તેમ જણાવી સમાજના ઘડવૈયા એવા નવનિયુ્કત શિક્ષકોને સફળ કારકિર્દી માટે મંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
આદિજાતિ વિકાસ નિયામક શ્રી સુપ્રિતસિંહ ગુલાટીએ સ્વાગત વિધિ કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં આદિજાતિની વસ્તી ધરાવતાં મુખ્યત્વે આંતરિયાળ વિસ્તારોમાં વધુને વધુ નિવાસી સહિત શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આશ્રમશાળાની યોજના અમલી બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આશ્રમશાળાઓના નિભાવ ગ્રાન્ટ પેટે અગાઉ વિદ્યાર્થીદીઠ માસિક રૂ.૧,૫૦૦/- ચૂકવવામાં આવતા હતા જે વધારીને હવે રૂા.૨,૧૬૦/- કરવામાં આવ્યા છે.
ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાત રાજ્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે ચાલતી ધો.૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ૪૫૪ આશ્રમશાળાઓ તથા ધોરણ-૯ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે ૧૬૩ ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓ તેમજ ધોરણ- ૧૧,૧૨ માટે ૪૪ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી મળી કુલ-૬૬૧ આશ્રમશાળા/ઉત્તર બુનિયાદી આશ્રમશાળા/ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓ કાર્યરત છે. આ આશ્રમશાળાઓમાં અંદાજે ૯૯,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તેમ નિયામકશ્રીએ ઉમેર્યુ હતું.
આદિજાતિ વિકાસના સંયુક્ત કમિશનર શ્રી વી.એમ.પ્રજાપતિએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ ડૉ.એસ.મુરલીક્રિષ્ણા, સંયુક્ત સચિવ શ્રી ડી.એન.પટેલ, આદિજાતિ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નવનિયુક્ત શિક્ષકો, તેમના પરિવારજનો, આશ્રમશાળાના સંચાલકો સહિત શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.