પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઈન્ડિયા દ્વારા ચોથી વાર્ષિક #WeSeeEqual સમિટનું આયોજન
સમિટમાં સમાનતા અને સમાવેશકતાના હિમાયતીઓ અને હસ્તીઓ મહિલા અને બાળ વિકાસ તથા લઘુમતી બાબતોના સન્માનનીય મંત્રી સ્મૃતિ ઈરાણી, શેફાલી શાહ, ગુનીત મોંગા, હરમનપ્રીત કૌર, સુપ્રિયો ચક્રબોર્તી, હરીશ ઐયર ડી, સુશાંત દિવગિકર, લક્ષ્મી સંપથ વગેરેનો સહભાગ જોવા મળ્યો
મુંબઈ : વિક્સ, એરિયલ, જિલેટ, પેમ્પર્સ વગેરે જેવી બ્રાન્ડની ઉત્પાદક પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઈન્ડિયા (પીએન્ડજી ઈન્ડિયા) દ્વારા તેની ચોથી વાર્ષિક #વી સી ઈક્વલ ઈક્વાલિટી એન્ડ ઈન્ક્લુઝન સમિટ 2023 ખાતે દેશભરમાં સમાવતા અને સમાવેશકતા (ઈએન્ડઆઈ)ની હિમાયત તરફ લક્ષ્ય રાખતી નવી કટિબદ્ધતાઓ જાહેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માનવંતા હિમાયતીઓ અને હસ્તીઓ દ્વારા સમાનતા અને સમાવેશકતા પર સમાજ ભોગવે છે તે પડકારો અને હિસ્સાધારકો લિંગ સશક્તિકરણ તેમ જ જાહેરાત અને મિડિયામાં સમાવેશકતાનો દાખલો બેસાડવા જેવા મુદ્દાઓ પર એકત્રિત રીતે પ્રગતિ કઈ રીતે વધારી શકે તે વિશે ચર્ચા કરી હતી.
#યુનિક અને #યુનાઈટેડ થીમ પર નિર્મિત આ #વી સી ઈક્વલ સમિટમાં આપણી અજોડતામાં આપણી શક્તિ રહેલી છે અને આપણી એકત્રતામાં આપણી શક્તિ રહેલી છે એ વિચાર અધો રેખિત કરવામાં આવ્યો હતો. સમિટમાં પીએન્ડજી ઈન્ડિયાના એમડી અને સીઈઓ એલ વી વૈદ્યનાથને વર્તમાન વાર્તાલાપના પડકારો અને પ્રગતિ માટે જરૂરી પગલાં લેવાની કટિબદ્ધતાઓ તેમ જ ભૂતકાળમાં કરવામાં આવેલી કટિબદ્ધતાઓ પર અપડેટ્સ આદાનપ્રદાન કરવાના પડકારો ઝીલવા માટે નવી કટિબદ્ધતાઓની ઘોષણા કરવામાં આવી હતીઃ
પીએન્ડજી ઈન્ડિયા દ્વારા ઈન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ સપોર્ટ પોલિસી રજૂ કરાઈ
બધા કર્મચારીઓ અને તેમના ભાગીદારોને પારિવારિક નિયોજન માટે વધુ સમાવેશક તકોને ટેકો આપવા માટે પીએન્ડજી ઈન્ડિયાએ ઈન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ સપોર્ટ પોલિસીની ઘોષણા કરી હતી. આ પોલિસી હેઠળ પીએન્ડજી ઈન્ડિયા ઈન્ટ્રાયુટેરિન ઈન્સેમિનેશન (IUI), ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) વગેરે જેવા ઈન્ફર્ટિલિટીના ઉપચારો માટે ભોગવવાનો ખર્ચ આવરી લે છે. સમાવેશક ધોરણો પ્રત્યે અમારી કટિબદ્ધતાઓની રેખામાં આ કાર્યક્રમ વિવિધ લિંગ ઓળખ, જાતીય અભિમુખતા અને પારિવારિક ઢાંચાના કર્મચારીઓને ટેકો આપે છે.
પીએન્ડજી ઈન્ડિયા દેશભરમાં શેર ધ પ્રાઈડ માટે અંડરગ્રેજ્યુએટ કોલેજો અને પોસ્ટ- ગ્રેજ્યુએટ યુનિવર્સિટીઓ સહિત 50થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભાગીદારી કરશે.
LGBTQ+ સમુદાય માટે સુરક્ષિત જગ્યાઓ અને દ્રષ્ટિગોચર સાથીઓ નિર્માણ કરવાના લક્ષ્ય સાથે પીએન્ડજી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફને સંવેદનશીલ બનાવવા માટે કામ કરશે. આ સાથે કંપની સમાવેશક જગ્યાના હકારાત્મક માર્કર્સને સમાવવા માટે ઈકોસિસ્ટમની ઉત્ક્રાંતિ કરવા માટે સંસ્થાઓ સાથે ભાગીદારી પણ કરશે.
પ્રોજેક્ટ પ્રગતિ સાથે પીએન્ડજી ઈન્ડિયા લગભગ 5 વર્ષમાં ઓછા મૂળભૂત સુવિધાથી વંચિત સમુદાયોની 5 લાખ મહિલાઓને ડિજિટલ અપસ્કિલિંગ તકો પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.
સ્ટેમમાં સમાનતા અને સમાવેશકતાને આગળ વધારવાના લક્ષ્ય સાથે પીએન્ડજી દ્વારા એનજીઓ ભાગીદારો
અને કર્મચારી સ્વયંસેવકો સાથે રોજગારક્ષમ તકો બહેતર બનાવવા માટે ડિજિટલ કુશળતાની વૈવિધ્યપૂર્ણ શ્રેણી
આપશે.
પીએન્ડજી ઈન્ડિયાએ આ વર્ષે કંપનીની બ્રાન્ડ જાહેરાત માટે કેમેરાની પાછળ મહિલા ડાયરેક્ટરોનું 50 ટકા પ્રતિનિધિત્વ હાંસલ કર્યું છે.
આ નોંધપાત્ર સિદ્ધિ 2024ની કટિબદ્ધતાની સમયરેખાના એક વર્ષ પૂર્વે હાંસલ કરાઈ છે. કંપનીએ જાહેરાત,મિડિયા અને કન્ટેન્ટમાં વૈવિધ્યપૂર્ણ મહિલા પ્રતિભાઓની પાઈપલાઈન નિર્માણ કરવા, તેને ઈંધણ આપવા અને જોડવા માટે વ્યાપક પગલાંઓ થકી કેમેરાની પાછળની મહિલા ડાયરેક્ટરોનું સમાન પ્રતિનિધિત્વ જાળવી રાખવા માટે કામ ચાલુ રાખ્યું છે.
પીએન્ડજી ઈન્ડિયાનો વ્હિસ્પર મેન્સ્ટ્રુઅલ હેલ્થ એન્ડ હાઈજીન પ્રોગ્રામે 2024 સુધી 2.5 કરોડ છોકરીઓ પ્રત્યે કટિબદ્ધતાની સામે છેલ્લાં બે વર્ષમાં તરુણાવસ્થા અને સ્વચ્છતા પર 2 કરોડથી વધુછોકરીઓને માહિતગાર કરી હતી.
કંપની માસિક માટે શિક્ષણની જરૂર અને છોકરીઓ શાળામાં જવાનું ટાળે અને અધવચ્ચે ભણવાનું મૂકી દે તે ટાળવા માટે જાગૃતિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. તે આગામી 3 વર્ષમાં 2.5 કરોડ છોકરીઓ પર પ્રભાવ પાડવા માટે કટિબદ્ધતાઓનું નવીનીકરણ કરશે.
ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલી પીએન્ડજી શિક્ષા બેટિયાં સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ પીએન્ડજી ઈન્ડિયાએ સ્ટેમમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતી છોકરીઓના લાભમાં 100થી વધુ સંસ્થાઓ (50ના લક્ષ્યની સામે) સાથે કામ કર્યું છે o કાર્યક્રમે ટેક્નિકલ સંસ્થાઓ, અંડરગ્રેજ્યુએટ કોલેજો અને પોસ્ટ- ગ્રેજ્યુએટ યુનિવર્સિટીઓમાં 300 લાભાર્થીઓને નાણાકીય સહાયથી પ્રભાવિત કરી છે અને મેન્ટરશિપની તકો આપી છે.
છેલ્લાં 2 વર્ષમાં પીએન્ડજી ઈન્ડિયાએ ભારતમાં મહિલાની માલિકી અને મહિલાની આગેવાની હેઠળના વેપારો સાથે ઈરાદાપૂર્વક કામ કરીને રૂ. 400 કરોડનું રોકાણ કર્યું છે
કંપનીના પ્રયાસો પાટા પર છે અને પીએન્ડજીએ 2021થી 2025 સુધી રૂ. 500 કરોડની કટિબદ્ધતા સામે નોંધપાત્ર રીતે વધુ પ્રયાસ કર્યું છે.
આ અવસરે બોલતાં પીએન્ડજી ઈન્ડિયાના એમડી અને સીઈઓ એલ વી વૈદ્યનાથને જણાવ્યું હતું કે, “પીએન્ડજીમાં અમે માનીએ છીએ કે બધા જ વેપારો અને સમાજમાં વૃદ્ધિ ઉજાગર કરી શકે તેવી અજોડ પાર્શ્વભૂ, પરિપ્રેક્ષ્યો અને અનુભવો લાવે છે. #વી સી ઈક્વલ અમારી વાર્ષિક સમાનતા અને સમાવેશકતાની સમિટ છે, જેનું લક્ષ્ય પરિવર્તનને ગતિ આપી શકે તેવા વાર્તાલાપને પ્રોત્સાહન આપતા મંચ પર અવાજ ઉઠાવવાનું છે. અમારી નવી કટિબદ્ધતાનું લક્ષ્ય નવાં અને એકધાર્યાં પગલાંની શ્રેણી અને ભાગીદારી તરીકે અમારી પ્રગતિને આગળ વધારવાનું છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “ભારતમાં અમે અનેક એવા કાર્યક્રમ રજૂ કર્યા છે, જેણે પૂર્વગ્રહ અને પડકારોની જૂની ઘરેડ તોડવામાં અમને મદદ કરી છે. એરિયલની #શેર ધ લોડ અથવા વ્હિસ્કરની #કીપ ગર્લ્સ ઈન સ્કૂલ જેવી બ્રાન્ડની પહેલો હોય કે સમાવેશક પેરન્ટલ રજાઓ, LGBTQ+ સમુદાયના સભ્યો માટે ધોરણોનો વિસ્તાર હોય કે વિકલાંગ બાળકો ધરાવતા અમારા કર્મચારીઓની ટેકો આપતી અત્યંત તાજેતરની #લીડ વિથ કેર જેવી પહેલો હોય અમે નોંધપાત્ર હકારાત્મક પરિવર્તન જોયું છે અને અમને એ પણ ખ્યાલ આવ્યો છે કે હજુ આ દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે. અમે વધુ સમાન અને સમાવેશક આવતીકાલ માટે માર્ગ બનાવવા અમારો ભાગ ભજવવા માટે કટિબદ્ધ છીએ.”
પીએન્ડજી ઈન્ડિયાની ચોથી આવૃત્તિ #વી સી ઈક્વલ સમિટ વેપાર આગેવાનો, સરકારી અધિકારીઓ અને હસ્તીઓને સમાનતા અને સમાવેશકતાને આગળ ધપાવી શકે તેવાં વ્યૂહાત્મક પગલાં આસપાસ ફળદ્રુપ વાર્તાલાપમાં સગભાગી કરે છે. વૈશ્વિક અને પ્રાદેશિક પીએન્ડજી આગેવાનો ઉપરાંત સમિટમાં પ્રભાવશાળી હસ્તીઓ અને વૈશ્વિક આગેવાનોનો પણ સહભાગ જોવા મળ્યો હતો, જેમાં સમાવિષ્ટ છેઃ
સ્મૃતિ ઈરાણી- ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ તેમ જ લઘુમતી બાબતોનાં સન્માનનીય મંત્રી.
શેફાલી શાહ- રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેત્રી
હરમનપ્રીત કૌર- ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન
ગુનીત મોંગાઃ પ્રથમ ભારતીય ઓસ્કાર વિજેતા ફિલ્મ પ્રોડ્યુસર
લક્ષ્મી સંપથ ગોયલ- સેન્ટર ફોર સિવિલ સોસાયટીનાં સીઈઓ
તન્વી ગાંધીઃ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર
સુપ્રિયો ચક્રબોર્તી- LGBTQ+ અધિકારોના ચળવળકર્તા
હરીશ ઐયર- એક્સિસ બેન્કના ડીઈઆઈ હેડ
સુશાંત દિવગિકર- ગાયક, અભિનેતા, પરફોર્મર, ચળવળકર્તા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.