યુવાઓ માટે વ્યક્તિગત મજબૂત ક્રેડિટ-સ્કોર માટેની 5 ટિપ્સ
સલામત લોન અથવા ઓછી મર્યાદાના ક્રેડિટ-કાર્ડથી આરંભ કરવો એ ક્રેડિટ બનાવવાની શરૂઆત કરવાની એક અસરકારક રીત છે.
જીવનમાં વહેલી તકે મજબૂત ક્રેડિટ-સ્કોર બનાવવાનું આર્થિક સ્થિરતા અને ભવિષ્યમાં સારી તકો મેળવવા માટે અનિવાર્ય બની રહેતું હોય છે. પિરામલ ફાયનાન્સના ચીફ બિઝનેસ ઑફિસર (CBO) જગદીપ મલ્લારેડી ભારપૂર્વક જણાવે છે કે, “સલામત લોન અથવા ઓછી મર્યાદાના ક્રેડિટ-કાર્ડથી આરંભ કરવો એ ક્રેડિટ બનાવવાની શરૂઆત કરવાની એક અસરકારક રીત છે. દા.ત. સુરક્ષિત લોન માટે કોલેટરલ તરીકે રૂ.10,000ની ફિક્સ ડિપોઝિટની જરૂર પડી શકે છે. તો, સમયસર ચુકવણી કરીને જવાબદારીપૂર્વક લોન અથવા કાર્ડનો ઉપયોગ કરવાથી અનિયંત્રિત દેવું કર્યા વિના જ નક્કર-ચોક્કસ ક્રેડિટ-હિસ્ટરી ઊભો કરવામાં મદદ મળી રહે છે.”
તમારા વિવિધ બિલ તથા લોનની ચુકવણીઓ, ઉપયોગિતાઓ તથા ભાડા સહિતના તમારા બિલની સમયસર ચુકવણીઓ કરવાથી મજબૂત ક્રેડિટ સ્કોર ઊભું કરવા માટેનું એક મહત્ત્વનું પરિબળ ઊભું થાય છે. રિમાઇન્ડર સેટ કરવાથી કે ઑટોમૅટિક પેમેન્ટની વ્યવસ્થા ઊભી કરવાથી તમે કદી પણ નિશ્ચિત તારીખ ચૂકી નહીં જાઓ, કારણ કે મોડી ચુકવણી (લેઇટ પેમેન્ટ) તમારા સ્કોરને નોંધપાત્ર રીતે અસર પહોંચાડી શકે છે.
CBO શ્રી મલ્લારેડી વધુમાં સલાહ આપતાં જણાવે છે કે, “બીજો મુદ્દો તમારા ક્રેડિટ-વપરાશને ઘટાડી રાખવાનો છે. તમારી કુલ ક્રેડિટ-મર્યાદાના 30 ટકા કરતાં ઓછી રકમનો ઉપયોગ કરવાનું તમારું લક્ષ્ય હોવું જોઈએ. દા.ત. જો તમારી ક્રેડિટ મર્યાદા રૂ.50,000 હોય તો તમારું બૅલેન્સ રૂ.15,000ની નીચે રાખવું એ ધિરાણકર્તાઓને બતાવે છે કે તમે જવાબદારીપૂર્વક તમારી ક્રેડિટનું સંચાલન કરતા રહો છો.”
તમારા ક્રેડિટ-રિપોર્ટનું નિરીક્ષણ કરતા રહેવું પણ જરૂરી છે. તમારા ક્રેડિટ-રિપોર્ટને નિયમિતપણે તપાસવાથી તમને માહિતીની ચોકસાઈની ચકાસણી કરવામાં અને કોઈ પણ સંભવિત ભૂલચૂક અથવા ઓળખની તસ્કરીનાં ચિહ્નો શોધવામાં મદદ મળી રહે છે. તમે દરેક મુખ્ય ક્રેડિટ બ્યૂરોમાંથી વાર્ષિક ધોરણે એક ક્રેડિટ-રિપોર્ટ નિઃશુલ્કપણે મેળવવા હકદાર છો. તેના આધારે તમને કોઈ પણ સમસ્યાનો ઉકેલ તાત્કાલિક ધોરણે લાવવામાં મદદ મળે છે.
દેશની અગ્રણી ઈલેક્ટ્રોનિક કંપની BPL ગ્રુપના સ્થાપક T. P. ગોપાલન નામ્બિયારનું ગુરુવારે નિધન થયું છે. ટીપી ગોપાલન નામ્બિયારના પરિવારજનોએ આ ખરાબ સમાચાર શેર કર્યા છે.
આજે BSE સેન્સેક્સ 553.12 પોઈન્ટ ઘટીને 79,389.06 પોઈન્ટ અને નિફ્ટી 50 135.50 પોઈન્ટ ઘટીને 24,205.35 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આપને જણાવી દઈએ કે બુધવારે પણ શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ થયા હતા અને આજે તેની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ હતી.
દિવાળીના દિવસે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેમાં 24 કેરેટ સોનું હવે ₹81,000 પ્રતિ દસ ગ્રામને વટાવી ગયું છે. 24-કેરેટ સોનાનો વર્તમાન દર ₹81,170 છે,