ડેડીયાપાડા હાઇવે પર બે ફોરવ્હીલ ગાડીમાં જતા દારૂ સાથે 5 ઝડપાયા,14 લાખનો મુદ્દામાલ જપ્ત,4 વોન્ટેડ
બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના માણસોએ સાગબારાથી ડેડીયાપાડા તરફ આવતા માચ ચોકડી પાસે હાઇવે પર વોચ ગોઠવી ત્યારે નંબર પ્લેટ વગરની ટાટા નેકસોન તથા ટોયોટા ઇનોવા કાર આવતા,તેની તપાસ કરતા બંને કાર માંથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
રાજપીપળા : ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉદેપુર રાજસ્થાનથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો બે ફોર વ્હીલ કાર ટાટા નેકસોન તથા ટોયોટા ઇનોવામાં ભરી સાગબારાથી ડેડીયાપાડા હાઇવે રોડથી મોકલનાર છે.
આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના માણસોએ સાગબારાથી ડેડીયાપાડા તરફ આવતા માચ ચોકડી પાસે હાઇવે પર વોચ ગોઠવી ત્યારે નંબર પ્લેટ વગરની ટાટા નેકસોન તથા ટોયોટા ઇનોવા કાર આવતા,તેની તપાસ કરતા બંને કાર માંથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારબાદ પોલીસે કારમાં સવાર (1) સુખબીર રૂપરામ સુલખ ( રહે. દ્વારકા ગામ, થાના બાઢરા,તા.બાઢરા જી.બિવાની હરીયાણા),(2) નરેશ કિશનલાલ સાહું (રહે.આયડ ગામ, શબરી કોલોની થાના ભોપાલપુરા તા.ગ્રીવા,ઉદેપુર રાજસ્થાન),(3)સોહનસિંહ હરીસિંહ રાજપુત (રહે. મુણવાસ કૈલાસપુરી ગામ, થાના સુખેર તા.ગીરવા જી. ઉદેપુર રાજસ્થાન),(4)શંકરસિંહ કાલુસિંહ રાઠોડ (રહે. બેમલા ગામ, થાના .પુરાબડ તા.ગિરવા જી.ઉદેપુર રાજસ્થાન ), (5) રવિન્દ્રસિંહ વિજયસિંહ દેવ (રહે. સાકરોદા ગામ, થાના કુરાબડ તા.ગિરવા જી.ઉદેપુર રાજસ્થાન) એમ મળી કુલ 5 ની અટકાયત કરી હતી.
તેમજ બંને કારમાંથી કુલ બોટલ નંગ-2088 જેની કુલ કિંમત રૂ.3,61,385/- તથા રોકડા રૂપિયા.1000/-તથા મોબાઇલ નંગ-04 કિં.રૂ.20,000/- તથા કાર નંગ -2 જેની કિં. રૂ.10,50,000/- મળી કુલ કિંમત રૂપિયા 14,32,385/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જ્યારે (1)પાયલોટીંગ કરનાર રામસિંગ રાજપુત (હાલ રહે-અમદાવાદ મુળ રહે-ઉદેપુર),(2)ટાટા નેકસોન કારનો માલિક,(3)ટોયોટા ઇન્નોવા કારનો માલિક અને (4)ઉદેપુર રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી આપનાર એમ કુલ 4 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ડેડીયાપાડા પોલીસે ઉપરોક્ત તમામ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. જાણો ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે શનિવારે ગાંધીનગરથી 'વોટર એમ્બ્યુલન્સ'ને લીલી ઝંડી બતાવી હતી. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.