આણંદ જિલ્લામાં ૫ લાખ લોકો યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯ મી સામાન્ય સભા સમક્ષ ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આણંદ: તારીખ ૨૧ મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯ મી સામાન્ય સભા સમક્ષ ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આણંદ જિલ્લામાં તારીખ ૨૧ મી જૂનના રોજ યોજાનર યોગની ઉજવણી સંબંધે કલેકટર કચેરી આણંદ ખાતે યોજાયેલ માધ્યમ કર્મીઓ સાથેના સંવાદમાં કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ મેમોરિયલ હોલ, કરમસદ ખાતે યોજવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં આઇકોનિક સ્થળ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર આણંદ જિલ્લામાં અંદાજિત પાંચ લાખ લોકો ભાગ લેનાર છે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કરમસદ ખાતે યોજાશે, જેમાં ૨૫૦૦ જેટલા લોકો સહભાગિતા નોંધાવશે. જ્યારે તાલુકા કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં દરેક તાલુકા મથકે ૧૦૦૦ લોકો, નગરપાલિકા કક્ષાએ સમગ્ર જિલ્લામાં અંદાજિત ૫૦૦૦ લોકો, ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે ૧૮,૦૦૦ લોકો અને શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે પ્રાથમિક શાળા, હાઇસ્કુલ, કોલેજ, યુનિવર્સિટી, આઈ.ટી.આઈ. ,પોલિટેકનિક વગેરે સ્થળોએ અંદાજે ૪.૫૦ લાખ લોકો, અમૂલ ડેરી ખાતે ૫૦૦ વ્યક્તિઓ અને પોલીસ અને એનસીસીના જવાનો મળીને અંદાજિત પાંચ લાખ લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આણંદ જિલ્લામાં ભાગ લેનાર છે.
ગુજરાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ "ડિજિટલ ગુજરાત" હાંસલ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "ડિજિટલ ઇન્ડિયા"ના વિઝનને અનુરૂપ હતું. રાજ્યએ સુશાસન દિવસ પર પરિવર્તનકારી હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલી) પહેલ શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ કનેક્ટિવિટી વધારવા અને ટેકનોલોજી દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.
રાજસ્થાનના બે મહિનાના શિશુએ અમદાવાદ, ગુજરાતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) માટે સકારાત્મક પરીક્ષણ કર્યું, જે રાજ્યનો પ્રથમ નોંધાયેલ કેસ છે. સરવરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયેલ બાળક સારવાર હેઠળ છે.
ભારતીય માનક બ્યુરો - બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્કલેવ યોજવામાં આવી હતી.