10માંથી 7 ભારતીયો દૈનિક ફાઈબર જરૂરિયાતોની ખામી ધરાવે છે
5.7 લાખ+ ગ્રાહકો જેઓ Happy Tummyની ડાયજેસ્ટિવ ક્વૉશન્ટ ટેસ્ટનો હિસ્સો બન્યા હતા, તેમાંના 70% ભારતીયો દરરોજ 8 ગ્લાસ કરતાં ઓછું પાણી પીએ છે. 47% ભારતીયો દરરોજ 6 કલાકથી ઓછી ઊંઘ લે છે, 35% દરરોજ કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિમાં સંકળાતા નથી ને માત્ર 40% ભારતીયો જ દરરોજ એક યા બીજી શારીરિક પ્રવૃત્તિ કરે છે. વધુમાં, 5% ભારતીયો સાધારણથી ગંભીર પ્રકારની તાણનો સામનો કરે છે.
વર્લ્ડ ડાયજેસ્ટિવ હૅલ્થ ડે નિમિત્તે, ITC Ltd ના Aashirvaad આટા વિથ મલ્ટિગ્રેઈન્સે, પ્રોટીન ફૂડ્સ ઍન્ડ ન્યુટ્રિશન ડેવલપમેન્ટ એસોસિએશન ઑફ ઈન્ડિયા (PFNDAI)ના ટેકાથી એ વાસ્તવિકતા તરફ ધ્યાન આકર્ષિત કર્યું છે કે, નોંધપાત્ર સંખ્યામાં ભારતીયો તેમની રેસાની (ફાઈબર) દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવામાં નિષ્ફળ રહે છે.
ડેટા દેખાડે છે કે, Aashirvaad આટા વિથ મલ્ટિગ્રેઈન્સની વેબસાઈટ હૅપી ટમી પર ફાઈબર મીટર ટેસ્ટમાં સહભાગી થયેલા 69,000+ લોકોમાંથી અધધધ 69%+ ભારતીયો દૈનિક જરૂરિયાત (RDA 2020 મુજબ કામની બેઠાડુ શ્રેણીમાં આવતા પુરુષો અને સ્ત્રીઓમાં) કરતાં ઓછા પ્રમાણમાં ફાઈબરનું સેવન કરે છે. આહારમાંના રેસા આવશ્યક ઘટક છે, કેમ કે તે સામાન્ય પાચન જાળવવામાં મદદરૂપ થવાની સાથે, વધુ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને આંતરડાંની નિયમિત હિલચાલને સુગમ બનાવે છે.
વધુમાં, 5.7 લાખ+ ગ્રાહકો જેઓ Happy Tummyની ડાયજેસ્ટિવ ક્વૉશન્ટ ટેસ્ટનો હિસ્સો બન્યા હતા, તેમાંના 70% ભારતીયો દરરોજ 8 ગ્લાસ કરતાં ઓછું પાણી પીએ છે. 47% ભારતીયો દરરોજ 6 કલાકથી ઓછી ઊંઘ લે છે, 35% દરરોજ કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિમાં સંકળાતા નથી ને માત્ર 40% ભારતીયો જ દરરોજ એક યા બીજી શારીરિક પ્રવૃત્તિ કરે છે. વધુમાં, 5% ભારતીયો સાધારણથી ગંભીર પ્રકારની તાણનો સામનો કરે છે.
આ તારણો વિશે વાત કરતા, ITC Ltdનાં ન્યુટ્રિશન સાયન્સનાં વડાં ડૉ. ભાવના શર્મા જણાવે છે કે, પાચન સ્વાસ્થ્ય વ્યક્તિની એકંદરે સુખાકારીમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ડીક્યુ ટેસ્ટને પગલે સામે આવેલા તારણો ખતરાની ઘંટડી સમાન છે અને આપણા સ્વાસ્થ્યને આપણે પ્રાથમિકતા આપીએ એવું જણાવવાની સાથે આંતરડાંથી આની શરૂઆત કરવા તરફ ધ્યાન ખેંચે છે. આ તારણોના માધ્યમથી Aashirvaad આટા વિથ મલ્ટિગ્રેઈન્સનું ધ્યેય વ્યાપક જાગરુકતા ફેલાવવાનું તથા દેશમાંના લોકોમાં સ્વાસ્થ્યપ્રદ પાચન તંત્ર વિકસાવવા માટે સકારાત્મક ફેરફારો લાવવા માટે તેમનું સશક્તીકરણ કરવાનો છે.
સંતુલિત અને પોષક- તત્વોથી સમૃદ્ધ આહાર, રેસાથી સમૃદ્ધ હોય એવા ભોજનનો સમાવેશ તથા ખાણીપીણીની સમજદારીભરી ટેવો અપનાવવાથી, આપણે ઈષ્ટતમ પાચનને અસરકારક રીતે આધાર આપી શકીએ છીએ અને પાચન સંબંધી બીમારીઓને રોકી શકીએ છીએ. આપણે આપણી ભોજન સંબંધી પસંદગીઓનું પુનર્મૂલ્યાંકન કરવું જોઈએ અને સભાનપણે નિર્ણયો લઈ આપણાં શરીરોનું પોષણ કરવું જોઈએ, જેથી આપણે સ્વસ્થ તથા વધુ પરિપૂર્ણ જીવનની દિશામાં આગળ વધી શકીએ.
Aashirvaad આટા વિથ મલ્ટિગ્રેઈન્સની હૅપી ટમી વેબસાઈટ, 2021માં લૉન્ચ કરવામાં આવી હતી. તેને કન્ટેન્ટના એવા કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી છે, જે વ્યક્તિના પાચનનું વિશ્લેષણ કરવાના વિવિધ માર્ગ જણાવે છે. આ વેબસાઈટ પર પ્રમાણિત કન્ટેન્ટ પણ છે, જેમાં પોષણ ક્ષેત્રના નિષ્ણાતોના બ્લૉગ્સ અને વિડિયોઝ ઉપરાંત હાઈ-ફાઈબર રેસિપીઝનો સમાવેશ થાય છે. વધુમાં, ગ્રાહકો વ્યક્તિગત સત્ર માટે ડાયેટિશિયન સાથે નિઃશુલ્ક વન-ઑન-વન સલાહ પણ બુક કરી શકે છે, જે બ્રાન્ડ ટચ ઈન્ડિયાએ શરૂ કર્યું છે તથા આસ્ક ઍન ઍક્સપર્ટ સુવિધાનો ઉપયોગ કરી પોષણ તથા આહાર સંબંધી વિષયો પર તેમના પ્રશ્નનો જવાબ મેળવી શકે છે. ધ ફાઈબર મીટર અને માય મીલ પ્લાન જેવાં સાધનો ઉપયોગ લોકો તેમની વય, લિંગના આધારે તેમના માટે સૂચિત દૈનિક ફાઈબર જરૂરિયાતોનું પગેરું રાખી શકે છે અને તેને પ્રાપ્ત કરી શકે છે. આ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ની માર્ગદર્શિકાઓ મુજબ છે.
ફાઈબર સમૃદ્ધ આહાર જેમ કે ઘઉં-આધારિત ઉત્પાદનો, મલ્ટિગ્રેઈન્સ, કઠોળ, ફળો, પાંદડાવાળા શાકભાજી, વગેરે પાચનમાં મદદરૂપ થાય છે અને સાથે જ પાચનની એકંદરે સુખાકારીમાં યોગદાન આપતાં પોષક તત્વો, વિટામિન્સ અને ખનીજ તત્વોની વ્યાપક શ્રેણી પણ આપે છે, આશ્ચર્યજનક રીતે, ડાયજેસ્ટિવ ક્વૉશન્ટ ટેસ્ટમાં આવેલી પ્રતિક્રિયાઓ મુજબ, માત્ર 26% લોકો જ રોજેરોજ મલ્ટિગ્રેઈન્સનું સેવન કરે છે, જ્યારે 19% લોકો તેનું સેવન સદંતર કરતા નથી.
ITCના‘હૅલ્પ ઈન્ડિયા ઈટ બેટર’ના પોષણ-પ્રથમ અભિગમ સાથે Aashirvaad આટાના પ્રયાસોસુસંગત છે, જે આરોગ્યવર્ધક છ વિવિધ અનાજનું મિશ્રણ ધરાવતું Aashirvaad આટા વિથ મલ્ટિગ્રેઈન્સ જેવું ઉત્પાદન ગ્રાહકોને આધાર આપવા માટે ઑફર કરે છે, આ બાબત તેને ઉચ્ચ ફાઈબરની દૈનિક જરૂરિયાતોનું મહત્વનું સ્રોત બનાવે છે. ઉચ્ચ ફાઈબર ધરાવતો આ લોટ સામાન્ય પાચનને જાળવવામાં મદદ કરે છે અને હૅપી ટમીના માધ્યમથી, બ્રાન્ડનું ધ્યેય ગ્રાહકોને પાચનની સુખાકારી વિશે આવશ્યક માહિતી પૂરી પાડી તેમનું સશક્તીકરણ કરવાનું છે.
*ઉપર જણાવવામાં આવેલા વિશ્લેષણનો આધાર Aashirvaad આટા વિથ મલ્ટિગ્રેઈન્સની હૅપી ટમી વેબસાઈટ પરથી છેલ્લા બે વર્ષમાં
એકત્ર કરવામાં આવેલો ડેટા છે. પ્રતિસાદ આપનારાઓમાં બંને લિંગની વ્યક્તિઓનો સમાવેશ થાય છે તથા બધાં જ 28 રાજ્યો અને સાત
કેન્દ્રશાસિત પ્રદેશો (લક્ષદ્વીપ સિવાય) તથા તમામ વય જૂથના લોકોનો તેમાં સમાવેશ થાય છે.
સ્થૂળતા વિશ્વભરમાં એક મોટી સમસ્યા છે. સ્થૂળતાને કારણે અન્ય ઘણી બીમારીઓ પણ થાય છે. સ્થૂળતા ઘટાડવા માટે GLP-1 રીસેપ્ટર દવાઓ છે. હવે આ દવાઓને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ સમર્થન મળ્યું છે અને આ દવાઓને સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ ગણાવી છે.
ડાયાબિટીસના દર્દીઓએ ઘાવ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે ચેપનું જોખમ વધારે છે. શિયાળામાં ડ્રાય સ્કિનને કારણે આ સમસ્યા વધી શકે છે, તો ચાલો જાણીએ કે પગમાં ઈન્ફેક્શન ન થાય તે માટે શું સાવચેતી રાખવી જોઈએ.
Mahakumbh 2025: વર્ષ 2025માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે આ લેખમાં અમે તમને મહાકુંભમાં સ્નાન કરવાની મુખ્ય તિથિઓ વિશે માહિતી આપીશું.