એમેઝોન ગ્લોબલ સેલિંગ પર પ્રાઇમ ડે 2023નાં રોજ ભારતીય નિકાસકારોનાં વેપારમાં 70 ટકા (YoY) વૃધ્ધિ
ટી સેગમેન્ટમાં 125% YoY, એપેરેલમાં 122%, હોમમાં 81% YoY, ફર્નિચરમાં 75% YoY અને કિચન સેગમેન્ટમાં 52% YoY સૌથી ઊંચી વૃધ્ધિ, પ્રાઇમ ડેનાં રોજ ભારતીય નિકાસકારો માટે યુએસ, યુકે અને મિડલ ઇસ્ટનાં દેશોમાં મહત્તમ બિઝનેસ ગ્રોથ, જાપાન 55 ટકા YOY વૃદ્ધિ સાથે નવું હાઇ ગ્રોથ ડેસ્ટીનેશન તરીકે ઊભર્યું.
બેંગલુરુ, 25 જુલાઇઃ આ વર્ષે 11 અને 12 જુલાઇનાં રોજ યોજાયેલા પ્રાઇમ ડે દરમિયાન એમેઝોન ગ્લોબલ સેલિંગ પર ભારતીય નિકાસકારોએ વર્ષ પ્રતિ વર્ષ (YoY) ધોરણે બિઝનેસમાં આશરે 70 ટકા વૃધ્ધિ નોંધાવી હતી અને બે દિવસની આ સેલ ઇવેન્ટની અગાઉની એડિશન્સ કરતાં વધુ વૃધ્ધિ નોંધાવી હતી. ભારતીય નિકાસકારોએ વિશ્વભરમાં લાખો ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ્સની નિકાસ કરી હતી, જેમાં બ્યુટી સેગમેન્ટમાં 125 ટકા, એપેરેલમાં 122 ટકા, હોમ સેગમેન્ટમાં 81 ટકા, ફર્નિચર સેગમેન્ટમાં 75 ટકા, કિચન સેગમેન્ટમાં 52 ટકા વર્ષ પ્રતિ વર્ષ વૃદ્ધિ નોંધાવી હતી. વૈશ્વિક સ્તરે એમેઝોન પર ભારતીય નિકાસકારોની સફળતા સૂચવે છે કે દેશભરમાં માઇક્રો, સ્મોલ અને મિડીયમ એન્ટરપ્રાઇઝ (MSMEs) અને સ્ટાર્ટ-અપ્સમાં ઇ કોમર્સ નિકાસની સ્વીકાર્યતા વધી રહી છે. પ્રાઇમ ડે 2023માં ભાગ લેનારી કેટલીક વૈશ્વિક લોકપ્રિય ભારતીય બ્રાન્ડ્સમાં હોમસ્પન ગ્લોબલ, કેલિફોર્નિયા ડિઝાઇન ડેન, ગ્લેમબર્ગ, ઇન્ડો કાઉન્ટ્સ, સ્કિલમેટિક્સ, હિમાલયાનો સમાવેશ થાય છે.
એમેઝોન ઇન્ડિયાના ડિરેક્ટર ગ્લોબલ ટ્રેડ ભુપેન વાકણકરે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે એમેઝોન પ્રાઇમના 20 કરોડથી વધારે સભ્યો છે ત્યારે એમેઝોન ગ્લોબલ સેલિંગ પર ભારતીય નિકાસકારો માટે પ્રાઇમ ડે હંમેશા બિઝનેસ વધારવા માટેનો મહત્વનો સમય હોય છે. આ વર્ષે દેશભરનાં હજારો નિકાસકારો વિશ્વભરનાં ગ્રાહકો સમક્ષ ભારતમાં બનેલી લાખો પ્રોડક્ટ્સ લઇ ગયા હતા. સમગ્ર વિશ્વમાં હવે વધુને વધુ લોકો ઇ-કોમર્સ પર આધાર રાખતા હોવાથી અમે માનીએ છીએ કે એમેઝોન ગ્લોબલ સેલિંગથી તમામ પ્રકારનાં વિક્રેતાઓને તેમનાં વેપારની નિકાસ કરવામાં વેગ મળશે.”
લિનનવાલાસના સ્થાપક મધુર સિંઘલે જણાવ્યું હતું કે, “પ્રાઇમ ડે 2023 અમારા માટે અત્યાર સુધીની શ્રેષ્ઠ ઇવેન્ટ સાબિત થઈ છે અને અમે સામાન્ય દિવસમાં થતા બિઝનેસની સરખામણીમાં 6 ગણી વૃધ્ધિ હાંસલ કરી છે. અમારી સફળતા વ્યૂહાત્મક પ્રોડક્ટ લોંચ માટેનું એડવાન્સ પ્લાનિંગ, સોદામાં સક્રિય ભાગીદારી, અમારા માર્કેટિંગ પ્રયત્નોમાં વધારો અને ચોક્સાઈપૂર્વકનાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવાનું પરિણામ છે.”
આઇનસ્ટાઇન બોક્સના સ્થાપક ભરત ગુલિયાએ જણાવ્યું હતું કે, “અમે પ્રાઇમ ડેમાં ગયા વર્ષ કરતાં પાંચ ગણી વૃધ્ધિ નોંધાવી છે. અમે વર્ષ 2021થી Amazon.com પર અર્લી લર્નિંગ અને સાયન્સ કિટ્સનું સફળતાપૂર્વક વેચાણ કરી રહ્યા છીએ અને ગ્રાહકો તરફથી અમને ખૂબ પ્રેમ અને વિશ્વાસ મળી રહ્યો છે. વૈશ્વિક બજારોમાંથી ખરેખર બહુ મોટી માંગ છે અને એમેઝોન ગ્લોબલ સેલિંગને કારણે અમે અમારા બિઝનેસમાં નોંધપાત્ર વૃધ્ધિ હાંસલ કરી શક્યા છીએ. વૈશ્વિક બજારમાં અમે હાંસલ કરેલી સફળતા ભારતીય ઉત્પાદક તરીકે અમને ગૌરવ અપાવે છે એટલું જ નહીં પણ અમને રોજગારની તકો રચવા અને સકારાત્મક અસર ઊભી કરવા સક્ષમ બનાવે છે.”
વિવિધ કેટેગરીમાં ભારતીય નિકાસકારોએ નિકાસ કરેલી શ્રેણીબદ્ધ પ્રોડક્ટ્સની ખરીદી નોર્થ અમેરિકા, યુરોપ, મધ્યપૂર્વ, જાપાન જેવાં બજારોમાં કરવામાં આવી હતી. સૌથી વધુ વૃધ્ધિ બ્યુટી, એપેરેલ, હોમ, કિચન, ફર્નિચર, ટોય સહિતની કેટેગરીમાં નોંધાઈ હતી. પ્રાઇમ ડેનાં રોજ ભારતીય નિકાસકારોનાં બિઝનેસની વૃધ્ધિની આગેવાની યુએસ, યુકે અને મિડલ ઇસ્ટનાં દેશોએ લીધી હતી. જાપાન ઊચ્ચ વૃધ્ધિ હાંસલ કરનાર નવા ડેસ્ટીનેશન તરીકે ઊભરી આવ્ય્ હતું, જ્યાં વિક્રેતાઓએ 55 ટકા YOY વૃધ્ધિ હાંસલ કરી હતી.
મિનિમલિસ્ટનાં સ્થાપક મોહિત યાદવે જણાવ્યું હતું કે, “અમે 2021માં એમેઝોન યુએઇમાં મિનિમલિસ્ટ લોંચ કર્યું હતું અને ટૂંકા સમયગાળામાં અમે ઘણું હાંસલ કર્યું છે. એમેઝોન પર અમારો યુએઇ બિઝનેસ YOY 107 ટકાનાં દરે વૃધ્ધિ પામી રહ્યો છે, જેમાં પ્રાઇમ ડે 2023માં પ્રથમ દિવસે બે ગણી અને બીજા દિવસે ચાર ગણી વૃધ્ધિ હાંસલ કરી હતી. નિયાસિનેમાઇડ ફેસ 10% સિરમ અને વિટામીન B5 મોઇશ્ચરાઇઝર જેવી ઇનોવેટિવ પ્રોડક્ટ્સ બેસ્ટ સેલર્સ રહી છે અને વિશ્વભરનાં ગ્રાહકો માટે તે વિશ્વાસુ અને પસંદગીની બ્રાન્ડ છે.
પ્રાઇમ ડે 2023 પૂર્વે એમેઝોને મહત્વનાં શોપિંગ ટ્રેન્ડ્સ નક્કી કરવા અને સંબંધિત પ્રોડક્ટ એસેસમેન્ટ માટે ભારતીય નિકાસકારો સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત, ઇન્વેન્ટરીની તૈયારી માટે વિદેશોમાં લોજિસ્ટિક્સ અને પેમેન્ટ્સ વગેરે ક્ષેત્રોમાં તેમને મદદ કરી હતી અને સોદા તથા એડવર્ટાઇઝિંગ વિકલ્પોની ભલામણ કરવામાં આવી હતી.
વૈશ્વિક બજારોમાં સફળતા મેળવવા માટે ભારતીય વિક્રેતાઓને ટેકો આપવાની એમેઝોનની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કરતા ભુપેન વાકણકરે ઉમેર્યું હતું કે, “વર્ષ 2025 સુધીમાં ભારતમાંથી કુલ 20 અબજ ડોલરની નિકાસ માટે સક્ષમ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ ત્યારે એમેઝોન ગ્લોબલ સેલિંગની સમગ્ર ટીમ નાના વેપારીઓ માટે નિકાસને સરળ અને સુગમ બનાવવા પર અને દેશમાંથી નિકાસ વધારવાનાં ભારત સરકારનાં વિઝનમાં પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
પ્રાઇમ ડે દરમિયાન વિશ્વમાં ટિયર ટુ અને ટિયર થ્રી શહેરોમાં ભારતીય નિકાસકારોની વૃધ્ધિ
1. પાણિપત 75%+ YoY)
2. ઇન્દોર 55%+ YoY)
3. જયપુર 55%+ YoY)
4. ઇરોડ 40%+ YoY)
પ્રાઇમ ડે દરમિયાન ભારતીય નિકાસકારો દ્વારા વિશ્વમાં સૌથી વધુ વેચાયેલી પાંચ પ્રોડક્ટ્સ
1. બેડશીટ્સ
2. સ્ક્રબ એપેરેલ સેટ્સ
3. વિન્ડશિલ્ડ સનશેડ્સ
4. સ્ટેમ ટોય્ઝ
5. કિચન પ્રોડક્ટ્સ (સ્લાઇસર્સ)
બીએસઈ સેન્સેક્સ ૨૪૧.૩૦ પોઈન્ટ ઘટીને ૭૭,૩૭૮.૯૧ પર બંધ થયો. NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 95.00 પોઈન્ટ ઘટીને 23,431.50 પોઈન્ટ પર બંધ થયો. જોકે, આજે આઇટી ક્ષેત્રના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો.
સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કર પછીનો નફો (PAT) અથવા ચોખ્ખો નફો 26.77 ટકાનો વધારો નોંધાવ્યો છે, જે નાણાકીય વર્ષ 24 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 335.54 કરોડથી વધીને રૂ. 425.37 કરોડ થયો છે.
ભારતીય શેરબજારમાં સતત વધઘટ ચાલુ છે. દરમિયાન સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે બજારની શરૂઆત મામૂલી વધારા સાથે થઈ હતી. પરંતુ બજાર ખુલ્યાના થોડા સમય બાદ જ તેમાં ઘટાડો થવા લાગ્યો હતો.