વાવાઝોડા કે આપત્તિના સમયે નાગરિકોને સહાયરૂપ થવા રાજ્યના ૧૦ જિલ્લામાં ૭૬ આશ્રયસ્થાન કાર્યરત
વિધાનસભા ખાતે આપત્તિ વ્યવસ્થાપનનો હવાલો ધરાવતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, કુદરતી આપદા, વાવાઝોડા કે અન્ય આકસ્મિક સંજોગોમાં નાગરિકોને સહાયરૂપ થવા તેમજ આશ્રય મળી રહે તે માટે રાજ્યના ૧૦ જિલ્લામાં ૭૬ આશ્રયસ્થાનો કાર્યરત છે.
વિધાનસભા ખાતે આપત્તિ વ્યવસ્થાપનનો હવાલો ધરાવતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, કુદરતી આપદા, વાવાઝોડા કે અન્ય આકસ્મિક સંજોગોમાં નાગરિકોને સહાયરૂપ થવા તેમજ આશ્રય મળી રહે તે માટે રાજ્યના ૧૦ જિલ્લામાં ૭૬ આશ્રયસ્થાનો કાર્યરત છે.
આજે વિધાનસભા ખાતે ગીર સોમનાથ જિલ્લામાં આશ્રયસ્થાનના અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રી ઉમેર્યું કે, ગીર સોમનાથ જિલ્લામાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૯ આશ્રયસ્થાનો કાર્યરત છે જેમાં ૫૫૦ લોકો રહી શકે એવી વ્યવસ્થાઓ છે. વાવાઝોડા કે કુદરતી આપદા સમય આ આશ્રયસ્થાનોમાં લોકોને સલામતી મળે તે માટે રહેવાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ આશ્રય સ્થાનો ભૂકંપ પ્રૂફ ડિઝાઇન ધરાવતા તૈયાર કરવામાં આવ્યા છે આવા આશ્રય સ્થાનોમાં નિર્માણ માટે વિશ્વ બેંક, ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે, તાજેતરમાં બિપરજોય વાવાઝોડા સંદર્ભે આશ્રય સ્થાનોમાં અનેક નાગરિકોને આશરો આપીને પૂરતી વ્યવસ્થાઓ કરાઈ હતી. જેના પરિણામે કોઈ જાનહાનિ થઈ નથી એટલે જ નહીં વૈશ્વિક મહામારી કોરોના સમય પણ આ આશ્રય સ્થાનોમાં સારવારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી તેમ, તેમણે ઉમેર્યું હતું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.