મોડાસામાં કૉલેજ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામા કૉલેજના 77 વિદ્યાર્થીઓ પ્રાથમિક ધોરણે પસંદગી પામ્યા
ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો. જેમાં કુલ સાત કંપનીના એમ્પ્લોયરો હાજર રહ્યા. જેમાં કુલ ૯૧ નોકરી વાંચ્છું ભાઈઓ બહેનોએ પોતાની કારકિર્દી માટે ભાગ લઈ તમામે પોતાનો મૌખિક ઇન્ટરવ્યૂ આપ્યો.
ધનસુરા : શ્રી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ. કે. શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ. એમ. આર્ટસ કોલેજ કોમર્સ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો આર્ટસ કૉલેજ ના પ્રિન્સીપાલ ડૉ ડી.એચ.જોષી . કોમર્સ કૉલેજ ના પ્રિન્સીપાલ મોહનભાઈ પટેલ. જિલ્લા રોજગાર ના ધારાબેન પંડ્યા માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરી મોડાસા દ્વારા આયોજિત ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો.
જેમાં કુલ સાત કંપનીના એમ્પ્લોયરો હાજર રહ્યા. જેમાં કુલ ૯૧ નોકરી વાંચ્છું ભાઈઓ બહેનોએ પોતાની કારકિર્દી માટે ભાગ લઈ તમામે પોતાનો મૌખિક ઇન્ટરવ્યૂ આપ્યો. જેમાંથી ૭૭ વિધાર્થીઓ પ્રાથમિક બેઝ પર સિલેક્ટ થયા.આ કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળના પ્રમુખ શ્રીનવીનચંદ્ર આર.મોદી તથા મંડળનાં પ્રભારી મંત્રીશ્રી મહેન્દ્રભાઈ શાહે આ કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી. આ ભરતીમેળાનુ સફળ સંચાલન કો. ઓર્ડીનેટર પ્રા કમલેશ ગોસ્વામી અને કે. કે મુજપરાએ કર્યું.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.