બારખાંદિયા ગામમાં બાઈક પર લઈ જવાતા દારૂના જથ્થા સહિત 85 હજારનો મુદ્દામાલ જપ્ત
ડાંગ જિલ્લાની વઘઈ પોલીસે બારખંડિયા ગામમાં દારૂની હેરાફેરી કરતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ.85,000ની કિંમતની લક્ઝરી મોટરસાયકલ અને દારૂ કબજે કર્યો હતો.
(સુશીલ પવાર દ્વારા) ડાંગ: ડાંગ જિલ્લાની વઘઈ પોલીસે બારખંડિયા ગામમાંથી રૂ.85,000નો દારૂ ઝડપ્યો છે. પોલીસે બાતમીના આધારે ગામના જંગલ દરવાજા આગળ વોચ ગોઠવી હતી.
ડાંગ જિલ્લાની વઘઈ પોલીસે બાતમીના આધારે બારખાંદિયા ગામનાં ફોરેસ્ટ નાકાની આગળ વોચ ગોઠવી હતી.ત્યારે યુનિકોર્ન મોટરસાયકલ રજી.નં.GJ -21-BN -2149 ના ચાલકે પોલીસને જોતા મોટરસાયકલ રોડ પર જ મૂકીને જંગલ તરફ નાસી છૂટ્યો હતો.
ડાંગ જિલ્લાની વઘઈ પોલીસે બાતમીના આધારે બારખાંદિયા ગામનાં ફોરેસ્ટ નાકાની આગળ વોચ ગોઠવી હતી.ત્યારે યુનિકોર્ન મોટરસાયકલ રજી.નં.GJ -21-BN -2149 ના ચાલકે પોલીસને જોતા મોટરસાયકલ રોડ પર જ મૂકીને જંગલ તરફ નાસી છૂટ્યો હતો. જે બાદ પોલીસે યુનિકોર્ન મોટરસાયકલની તપાસ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કૂલ બોટલ નંગ -19 જેની કિંમત રૂપિયા 15,200/- તથા યુનિકોર્ન મોટરસાયકલ જેની કિંમત રૂપિયા 70,000/- એમ મળી કુલ કિંમત રૂપિયા 85,200/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ નાસી છૂટેલ ભુપેન્દ્ર ઇન્દ્રસિંહ ગામીત (રહે. નાની વઘઈ, તા.વાંસદા જી.નવસારી) ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.હાલમાં વઘઈ પોલીસે આ અંગેનો ગુનો નોંધી વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે તેઓ જિલ્લામાં દારૂના ગેરકાયદેસર પરિવહનને રોકવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ લોકોને અપીલ કરે છે કે તેઓ આવી પ્રવૃતિઓની માહિતી સાથે આગળ આવે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી