આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના એક મહિના દરમિયાન ૯૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો
સ્વચ્છ ભારત મિશન અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સ્વચ્છતા હી સેવા સૂત્રને અપનાવીને સમગ્ર દેશમાં વિવિધ સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તા. ૧૫ મી સપ્ટેમ્બર થી ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાયેલા સ્વચ્છતા પખવાડીયામાં આણંદ જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી વિવિધ કામગીરી કરવામાં આવી છે.
આણંદ : સ્વચ્છ ભારત મિશન અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સ્વચ્છતા હી સેવા સૂત્રને અપનાવીને સમગ્ર દેશમાં વિવિધ સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તા. ૧૫ મી સપ્ટેમ્બર,૨૦૨૩ થી તા. ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાયેલા સ્વચ્છતા પખવાડીયામાં આણંદ જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી વિવિધ કામગીરી કરવામાં આવી છે.
આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતાં તમામ વોર્ડમાં સાફ-સફાઇનું કામ કરવાની સાથે શહેરના વધુ અવર-જવરવાળા વિસ્તારોમાં ખાસ સફાઇ ઝુંબેશ હાથ કામગીરી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આણંદ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ સ્વચ્છતા ઝુંબેશમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મહાપુરૂષોની પ્રતિમાઓ, શહેરના મુખ્ય પ્રવેશ દ્વારો અને મુખ્ય પ્રવેશ માર્ગો વગેરે સ્થળો પર કરવામાં આવેલી સફાઇ કામગીરી દરમિયાન કુલ ૯૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે આણંદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ સ્વચ્છતાલક્ષી કામગીરીમાં નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, સીટુસી એનજીઓ, સફાઇ કામદારો સહિત શહેરીજનો પણ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યાં હતાં.
અમદાવાદ સ્ટ્રીટ ફૂડ ગાઇડમાં જાણો શહેરના શ્રેષ્ઠ ખાણીપીણીના સ્થળો, લોકપ્રિય વાનગીઓ જેમ કે ફાફડા, ઢોકળા અને પાણીપુરી, અને સ્વાદનો અનુભવ લેવાની ટિપ્સ. આ લેખ તમને લઈ જશે અમદાવાદના સ્ટ્રીટ ફૂડની દુનિયામાં!
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પેટ્રોલ પંપના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના વાહનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
IIM અમદાવાદે દુબઈમાં તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસના ઉદઘાટનની જાહેરાત કરી છે જે સપ્ટેમ્બર 2025 થી શરૂ થવાનું છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના વૈશ્વિક વિસ્તરણમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.