સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો ૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર બન્યું યોગમય: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો ૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ૪૦૦ કરતા વધુ યોગસાધકોએ યોગસાધના કરી
વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી સોમપ્રકાશજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રી સોમપ્રકાશજીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં યોગને ભારતની પ્રાચીન પરંપરા ગણાવતા જણાવ્યું કે, યોગ પ્રત્યેક બિમારીનો ઉપચાર છે. આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારિરીક અને માનસિક સુખાકારી માટે રામબાણ છે. યોગને જીવનમાં આત્મસાત કરવા માટે કેન્દ્રીય મંત્રીશ્રી સોમપ્રકાશજીએ યુવાધન સહિત સૌને આહ્વાન કર્યું હતું. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં યોજાયેલ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઇને ઘણી આનંદની અનુભુતી થઇ રહી હોવાનું ઉમેર્યુ હતુ.
આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પણ નર્મદા જિલ્લાના યુવાનો, નગરજનો યોગ તરફ આકર્ષાય તે માટે આહવાન કરતા જણાવ્યુ હતુ કે, યોગ શરીર નિરોગી માટે અત્યંત જરૂરી છે, માનનીય દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના વિઝનરી પ્રયાસોના કારણે આજે યોગને વૈશ્વિક ઓળખ મળી છે.
'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી માટે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદાના આઇકોનિક પ્રવાસન સ્થળ SOU-એકતાનગરનો પણ સમાવેશ કરાયો હતો. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલ અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પણ પોતાની ઉપસ્થિત નોંધાવી હતી. આ પ્રસંગે CEO શ્રી ઉદિત અગ્રવાલે કેન્દ્રીય મંત્રીશ્રી સોમપ્રકાશજીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપી અભિવાદન કર્યું હતું.
આ વેળાએ સુરત ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ અમેરિકા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વીડિયો કોન્ફરન્સના ઓનલાઈન માધ્યમથી 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી સંદર્ભે આપેલું પ્રેરક ઉદબોધન સૌએ સાંભળ્યું હતું.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર શ્રી હિમાંશુ પરીખ, ડી.આર.ડી.એ. ડાયરેકટર શ્રી જે.કે.જાદવ, પ્રાંત અધિકારી શ્રી શૈલેશ ગોકલાણી, નાયબ કલેકટર સર્વશ્રી દર્શક વિઠલાણી, શિવમ બારીયા,એન.એફ.વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશ પટેલ, CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી નિર્ભય સિંગ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી વિષ્ણુ વસાવા સહિત પોલીસ, SRP, CISF તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.